________________ લાફિંગ મેં શરીર અને છતાં કોઈ વિચિત્ર અગમ્યતા–ગૂઢતાઃ એકી સાથે મોહ ઉપજાવે અને સાથે સાથે નરકની સજાની ઝાંખી કરાવે ! ઇન્દ્રિ માટે મહાભેગની ખાતરી, પણ મનને માટે એવી જ કારમી ધમકી! એકી સાથે કામના અને ભયનું મિશ્રણ ! શૃંગારિકતાની એ ગૂઢ મોહકતા ગ્વિનપ્લેઈન આગળ હમણાં જ પ્રગટ થઈ હતી. પણ ક્યાં ? કે તેને માટે અપ્રાપ્ય એવા સ્થળે - છેક અનુલ્લંધનીય અંતરે. " તેની પાસે પવિત્ર પાવનકારી સ્ત્રી-આત્મા મેજૂદ હતોઃ ડિયા. પરંતુ ભાગ્ય એવું સ્ત્રી શરીર તેણે હમણાં જ જોયું હતું. પરંતુ તે સ્ત્રી તેને માટે આ લેકની વસ્તુ ન હતી ! તે એક ડચેસ હતી. અને સામાન્ય ડચેસ કરતાંય કદાચ વધુ, એમ ઉસે હમણાં જ કહ્યું હતું. તે શું વિનપ્લેઈન હવે એ અજ્ઞાત દુર્લભ સ્ત્રી વિષે સ્વપ્ન સેવવાની અને ઝંખના કર્યા કરવાની મૂર્ખાઈ કરવાનું હતું ? ઉર્સસે આ અર્ધ-દૈવી, અર્ધ-રાજવંશી ઉમરાવર્ગ વિષે કહેલી વાતો વિનપ્લેઈને યાદ કરવા માંડી. તે દિવસે તો ઉર્સસની વાતો તેને પ્રયોજનહીન કેવળ ભાટાઈપ લાગી હતી, પરંતુ હવે તે બધી વાતો તેને ચિંતનના મુદ્દા પૂરા પાડવા લાગી. પિલી સ્ત્રી ર વર્ગોની ઉપર ચપસીને બેઠેલા ઉપરના વર્ગની હતી; અને પોતે તે નીચલા વર્ગોનોય નહોતોઃ પિતે તો નીચલા વર્ગોના આશ્રિત એવા વસવાયા જેવા ભાડભવૈયા વર્ગન હતો તેને આજે પહેલી વાર પોતાની હીણપતભરી સ્થિતિ પ્રત્યે ત્રાસ છૂટવા લાગ્યો. ઉર્સસે ઉમરાવ લેને કિલ્લાઓ, મહેલ, તેમાંનાં મનેરંજનનાં સ્થાને, એ બધાની કિંમત વગેરેની કરેલી વાતો તે વિચારવા લાગે. એટલી બધી સંપત્તિ, એટલી બધી સત્તા, એટલો બધે વૈભવ, એટલે બધો ખર્ચ કરનાર એ વર્ગની પ્રતાપિતા તેના