SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ નવી નવાઈ! પણ એ બાનુ ફરીથી પાછી ન આવી. ભલે ખેલમાં તે પાછી ન આવી, પણ શ્વિનપ્લેઈનના મનમાં તે તે વળી વળીને આવ્યા કરવા લાગી. જિંદગીમાં પહેલી વાર તેણે એક “સ્ત્રી' જોઈ હતી. અને તે તેનું ચિંતન કરવા જ લાગી ગયેઃ એવું ચિંતન જે આપણી મરજી વિના જ આપણું ઉપર ચડી બેસે છે. એ ચિંતન બહુ ભયંકર ચીજ છે. ઝેરની પેઠે તે ફેલાઈ જાય છે, અને ધુમાડાની પેઠે તે ખૂણેખાંચરે ભરાઈ જાય છે. એ ચિંતન વડે આપણે આપઘાત કરી શકીએ. દુષ્ટ વિચારનું ચિંતન ખરેખર આત્મા માટે આપધાત બરાબર જ છે. તે તમને આકર્ષે છે, ધમકાવે છે, પ્રેરે છે, વીંટળાઈ વળે છે અને તમને તેના સાગરીત બનાવી મૂકે છે. અંતરાત્મા ઉપર તે જે કરામત અજમાવે છે, તેમાંથી અધીનો ભાર તે તમારા ઉપર નાખે છે. તે જાદુમંત્રની પેઠે તમને મૂઢ બનાવી દે છે, અને પછી તમને ભ્રષ્ટ કરે છે. એ વસ્તુ જુગાર જેવી જ છે. તમે ભેળા શિકારની પેઠે શરૂઆત કરો છે, અને છેવટે એક ઠગ બની રહી છે. ગ્વિનપ્લેઈને અત્યાર સુધી સ્ત્રી દેખી જ ન હતી. આમજનતાની બધી સ્ત્રીઓમાં સ્ત્રીને ઓછા તેણે જે હતો, તેમ જ ડિયામાં તેણે સ્ત્રીનો આત્મા જે હતો. પણ સ્થૂળ વાસ્તવિક સ્ત્રી તેણે આ પહેલી વાર જ જોઈ હતી. જીવતી ગરમ ચામડી, તેની નીચે ધસમસાટ વહેતું કામનાભર્યું લોહી, આરસપહાણના પૂતળા જેવી ચક્કસ રૂપરેખા અને છતાં પાછી મોજાંની પેઠે કંપતી ! તુમાખીભર્યો નિશ્ચલ ચહેરો - જે આકર્ષે અને છતાં મનાઈ ફરમાવે ! અંદરની જુસ્સાદાર શૃંગારિકતાને વ્યક્ત કરતો બાહ્ય શોભા શણગાર ! પિતાના ભક્તો માટે તલસતી હોય તેમ દેખાય, છતાં સૌને એક હાથ દૂર જ રાખે ! નર્યું સ્થળ 11
SR No.006008
Book TitleLaughing Men
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
Publisher
Publication Year
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy