SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ હાફિંગ ન પણ એટલામાં તે વીશીવાળો નિકેલસ તરત હાંફળાફાંફળા ત્યાં આવ્યો. તેણે “ગ્રીન-સીની બારી ઉઘાડી, વીશીના આંગણામાંથી નીકળતી પેલી બાનુની ઘેડાગાડી ઉસને બતાવી. ઘોડાગાડી ઉપર આઠ સ્ટ્રોબરીનાં પાન વચ્ચે રાજમુગટની સોનેરી મુદ્રા સ્પષ્ટ દેખાતી હતી. ઉર્સસ તરત બોલી ઊઠયોઃ “તે તે તે કઈ ઉમરાવજાદી નહિ પણ રાજવંશી ડચેસ હોય એમ લાગે છે.” ડી વારમાં કયગાડી દરવાજા બહાર નીકળી ગઈ. વીશીવાળા નિકોલસે તે બાનુને ઘેડાગાડીમાં બેસવા જતી વખતે નજીકથી જોયેલી હોઈ, તે છૂટી જીભે તેના સૌંદર્યનાં અને વિભવની દરેક વિગતનાં વખાણ કરવા લાગી ગયો. વુિનલેઈન ચૂપ રહ્યો. ડિયા સાંભળી રહી. છેવટે વીશીવાળાએ ઉમેર્યું, “નવાઈની વાત તો એ છે કે, એ ગાડીમાં તે એકલી જ ન ગઈ; સાથે બીજું એક જણ પણ બેસી ગયું. તે કોણ હતું તે કલ્પી શકે છે ?" “રાજાજી પોતે જ હશે,” ઉસસે જવાબ આપ્યો. પણ ઈંગ્લેંડમાં અત્યારે કોઈ રાજા નથી; માત્ર રાણીજી જ છે. તે પછી એ કેચમાં કોણ બેઠું હશે, ક જોઉં !" તે તે ઇન્દ્રરાજ જ્યુપિટર પિતે આવ્યા હશે,” ઉર્સસે ઉમેર્યું. વીશીવાળાએ કહ્યું, “બીજું કઈ નહિ, પણ ટમ-જિમ-જેક !" ટોમ-જિમ-જૈક ?" શ્વિનપ્લેઈને અત્યાર સુધી બેલ્યો નહતો, તે બોલી ઊઠ્યો. બધાં ચૂપ થઈને ઊભાં રહ્યા તે દરમ્યાન ડિયા ગણગણી ? “એ સ્ત્રીને અહીં આવતી રોકી ન શકાય ? "
SR No.006008
Book TitleLaughing Men
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
Publisher
Publication Year
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy