________________ નવી નવાઈ! થઈ શકે તેટલા કરવામાં આવ્યા હતાં. તે સુંદર હતી, સુંદર દેખાવા માગતી હતી, અને હિંસક કહી શકાય તેટલી હદે સુંદર દેખાતી હતી. વિલેઈને પણ તે સુંદરીને જોઈ - એ સ્ત્રી, સૌ ઉપર ઘેરાઈ વળેલા મહાસ્વપ્નની જેમ દેખનારમાત્રને ટિંગ કરી રહી. એ તાકાત કઈ અને ખા સૌંદર્યની જ હોઈ શકે. ગરીબ માણસેના પૈસામાંથી ત્રણ કરોડ જેટલી રકમ દર વર્ષે જેની સૌદર્ય-જવાળા સળગતી રાખવા હોમાતી રહેતી હોય, તેવી સૌંદર્યરાણી એ તાકાત ન ધરાવે, તો બીજું શું થાય ? - એ સ્ત્રીની પાછળ વામણુ કદને એક હજૂરિયે, મખમલના ભવ્ય પિશાકમાં ઊભે હતો. આવા હજૂરિયા ઉમરાવના વ્યક્તિત્વના એક અંગ રૂપ જ હોય છે. આ સ્ત્રીએ ગમે તેટલી અસર અહીં પાડી દીધી હશે, પણ નાટકના છેલ્લા દશ્યમાં જ્યારે વિનપ્લેઈને પિતાના હસતા મુખ સાથે દેખા દીધી, ત્યારે સૌના ઉપર જે અસર થઈ, તે આજે વિશેષ ચેટદાર બની હતી. જાણે પેલી બાનુની અસર આ અસરમાં ભળી ગઈ ન હોય ! આખે પ્રેક્ષકસમુદાય તરત પેટ દબાવી દબાવીને હસવા લાગી ગયો. કારણ કે, ગ્નિનપ્લેઈનને ચહેરો પણ અલૌકિક તાકાત ધરાવતો હતો. માત્ર પેલી બાનુ આરસની મૂર્તિ સમાન બેસી રહી. તે આ વખતે પણ ન હતી. ખેલ પૂરો થયો એટલે ઉસસે જ્યારે વકરો ગણવા થેલી ઠાલવી, ત્યારે તેમાંથી એક સ્પેનિશ સોનામહેર તરત ઉપર ચમકી આવી. ઉર્સસ જાણું ગયો કે, એ સોનામહેર પેલી બાનુની જ હશે.