SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ લાકિંગ મેન ફાડી નાખવાની શેરીફને સત્તા હતી. પરંતુ કેસ ચાલતું હોય, તે દરમ્યાન કોઈ જરર મરી જાય, તે પેલે આરોપી નિર્દોષ ઠરે અને શેરીફ તેને છોડી મૂકે. પણ શેરીફ ખાસ કરીને વધુ આદરપાત્ર અને વધુ ત્રાસજનક અફસર એ માટે ગણતો કે તેને રાજજી તરફથી આવેલા બધા હુકમોને તત્કાળ અમલ કરવાની સત્તા હતી. અને એવા હુકમ સરમુખત્યારીભર્યા જ હોય. ગ્વિનપ્લેઈન અંદર પેઠા પછી પેલું બારણું બંધ થવાને અવાજ સાંભળતાં જ તે કંપી ઊઠયા. તે ક્યાં હતો? આસપાસની કશી વસ્તુ તે દેખી શકતો ન હતો. તેઓ તેને શા માટે અહીં લઈ આવ્યા હતા ? તેઓ તેને શું કરશે ? જેલખાનામાં નિયમ હતો કે દરવાજાની આગળને ભાગ અંધારો જ રાખો, જેથી અંદર ન દાખલ થનાર પોતે કયાંથી કયાં પેઠે તે મનમાં નેધી શકે નહિ. ગ્વિનપ્લેઈને બંને બાજુ હાથ પહોળા કરી જોયા. ધીમે ધીમે ક્યાંકથી ઝાંખું પ્રકાશ અંદર પથરાવા લાગ્યું, અને તેને લાગ્યું કે તે કોઈ સાંકડા ભૂગર્ભ માર્ગ ઉપર છે. 4િનપ્લેઈન હવે ખરેખર ડરી ગયો. જિંદગીમાં તેને આ પહેલવહેલો અનુભવ હતો, જ્યાં કશું પૂછવાપણું ન હતું, બેલવા પણું ન હતું, ચર્ચા કરવાપણું ન હતું. એવી ભયંકરતા ભલભલાને કંપાવી મૂકે. તેને ડિયા યાદ આવવા લાગી, અને પોતે કદી હવે પાછો બહાર નીકળી શકશે કે નહિ, તેની તેને ચિંતા થવા લાગી. તેણે એક વખત પૂછવાને પ્રયત્ન કર્યો: “સઘ્રહથે, તમે મને ક્યાં લઈ જાઓ છો ?" પણ કઈ એ તેને જવાબ ન આપે.
SR No.006008
Book TitleLaughing Men
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
Publisher
Publication Year
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy