________________ વિન લઈને ગયે તેઓ એ માર્ગે થઈ આગળ ને આગળ ચાલવા લાગ્યા. પણ હવે તે લેકે એક એકની પંક્તિમાં ચાલતા હતા. માર્ગ સાંકડો ને સાંડે થતો જ હતો. ગ્વિનડેઈન બંને કણીઓથી બંને બાજુની દીવાલને હવે અડી શકતો હતો. તેઓ હવે એક બંધ બારણા આગળ આવ્યા. બારણું ઊઘડયું, એટલે તેઓ અંદર પેઠા. બારણું પાછળ આપોઆપ બંધ થયું. બધાં બારણું જાણે પિતાની મેળે ઊઘડતાં અને બંધ થતાં. ઉઘાડવાસ કોણ કરતું તે દેખાતું જ નહિ. આગળ રસ્તે જેમ જેમ સાંકડો થવા લાગ્યો, તેમ તેમ ઊંચાઈમાં પણ નીચો નમવા લાગ્યો. એટલે સૌએ માથાં નીચાં રાખીને જ ચાલવું પડતું હતું. તેમાંથી પણ પાણી ઝમતું હતું. હવે અજવાળું તો શું, પણ હવા પણ ઓછી થતી ગઈ તેઓ કયાંક નીચે ને નીચે ઊંડે ઊતરતા જતા હતા. અંધારામાં ઢાળ વધુ ભયંકર લાગે છે. કેટલે વખત તે લેકે આમ ચાલ્યા ? વિનપ્લેઈન પણ એ કહી ન શકત. ભયંકર ત્રાસની લાગણી વ્યાપી રહી હોય છે ત્યારે ક્ષણે બહુ લાંબી થઈ જાય છે. અચાનક તેઓ છેલ્યા. અંધારું વધુ ગાઢ બની ગયું હતું. વાપેનકે પોતાના લેહ-દંડ વડે જાણે એક પતરા ઉપર ટકેરો માર્યો. તરત જ ગરગડીઓ ઉપર એ લેહદ્વાર ઉપર ખેંચાયું મિજાગરાં ઉપર ઊઘડયું નહિ. કંઈક પ્રકાશ હવે આવ્યો. નીચે ઊતરવા માટે પગથિયાંની પંક્તિ નજરે પડી. બાજુની દીવાલમાં જાણે કેરી કાઢીને બનાવ્યાં હોય તેવાં સાંકડાં વીસેક પગથિયાં હતાં. તે ઊતરીને જે કમરામાં તેઓ દાખલ થયા, તે કમર ગોળાકાર હતો, તથા તેમાં મોટી મોટી કમાને વાળેલી હતી, જેમને આધારે ઉપરની ઇમારત ટેકવેલી હતી.