________________ લાફિંગ મૅન એ કમરો ખૂબ વિશાળ હતો, પણ ભેજ અને અંધકારની બાબતમાં કૂવાના તળિયા જેવો જ હતો. એ અંધાર-ખીણને ફરસબંધી જેવું કંઈ નહોતું. વચ્ચેવચ ચાર થાંભલાની અંદર એક ભાગ અલગ પાડેલો હતો. એને ભીંતે ન હતીઃ માત્ર ચાર થાંભલાથી જ બાકીના ભાગથી એ ભાગ અલગ પડતો હતો. તે અલગ પાડેલા ભાગની છતમાંથી વચ્ચે એક તાંબાનું ગોળ ફાનસ લટકાવેલું હતું. એ સિવાય પ્રકાશ માટે બીજું કશું સાધન કયાંય ન હતું. એ ચાર થાંભલાની વચ્ચે અને પેલા ફાનસની નીચે એક ધળી તથા ભયંકર આકૃતિ જમીન ઉપર ચત્તાપાટ પડેલી હતી. તે આકૃતિને પીઠ ઉપર સુવાડેલી હતી. તેનું બંધ આંખોવાળું માથું એકલું જ દેખાતું હતું. પછીનું ધડ તે કઈ વિચિત્ર ઢગલા નીચે દબાયેલું હોઈ દેખાતું ન હતું. તેના પહોળા કરાવેલા બે હાથ અને બે પગ સાંકળમાં ભિડાવી તે સાંકળ પેલા થાંભલાઓ સાથે તાણું બાંધવામાં આવી હતી. એ નગ્ન આકૃતિ અત્યારે શબ જેવી ફીકી અને બરફ જેવી ઠંડી થઈ ગઈ હતી. ગ્વિનપ્લેઈન સીડી આગળથી જ એ આકૃતિ જોઈને ડરી ગયા. અચાનક પેલી આકૃતિએ વેદનાને એક ઊંડે ઊંહકારો કાઢલ્યો. એ શબ જીવતું હતું ! બાજુમાં એક ઊંચા પથ્થર ઉપર ગોઠવેલી આરામ ખુરશીમાં લાલ ઝભ્ભો પહેરેલે એક વૃદ્ધ માણસ હાથમાં ગુલાબના ગુચ્છા સાથે સ્થિર બેઠેલો હતો. તેની બંને બાજુએ એક એક એમ બે માણસો કાળા ઝભ્ભા પહેરીને ઊભા હતા. આરામ ખુરશી ઉપર બેઠેલે વૃદ્ધ માણસ સરે પરગણુને શરીફ