SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રિનપ્લેઈને ગયે 181 હતો. તેના હાથમાંનાં ગુલાબનાં ફૂલ તેની રાજા તરફની અને સુધરાઈ તરફની સત્તાનાં પ્રતીક હતાં. આરામ ખુરશી સામે એક ટેબલ હતું જેના ઉપર શરીફને સફેદ દંડ તથા કેટલાક કાગળ અને ગ્રંથે પડેલા હતા. શરીફની બંને બાજુ ઊભેલા માણસો ડૉક્ટર હતાઃ એક દવાને અને બીજો કાયદાનો. તે બંને મૃત્યુના સાક્ષી બનનાર હોઈ શેકના કાળા ઝભા જ પહેરતા. શરીફની પાછળ પગથિયા જેવા પથ્થર ઉપર એક લહિયે ઢીંચણ ઉપર લખવાનું પાટિયું ટેકવી તૈયાર બેઠો હતો. તેની લેખનપેટી જમીન ઉપર નીચે પડેલી હતી. આખે શરીરે ચામડું પહેરેલો એક માણસ એક થાંભલાને અઢેલીને ઊભો હતા. તે જલ્લાદને મદદનીશ હતો. આ માણસ જાણે મંત્રમુગ્ધ બનાવી દેવાયા હોય તેમ બોલ્યા - વિના તેમ જ હાલ્યા વિના સ્થિર ઊભા રહ્યા હતા. તે વખતનાં બધાં કેદખાનાંની જેમ આ પણ સાઉથવર્ક જેલને “ટોર્ચર-ચેમ્બર' અર્થાત્ ગુનેગારને કબૂલાત કરાવવા રિબાવવા માટેને એરડો હતો. જમીન ઉપર પડેલી પેલી માનવ આકૃતિએ વેદનાને બીજે ઊંહકારો ભર્યો. * જડસડ થઈને ઊભેલા ગ્વિનપ્લેઈનને હવે વાપેનકે ખભા આગળથી જરા ઢઢળ્યો. એનો અર્થ એ કે, વિનપ્લેઈને આગળ વધવાનું હતું. શેરીફે ઘોઘરે અવાજે વિનપ્લેઈનને પિતાની ખુરશીની પાસે આવવા જણાવ્યું ગ્વિનપ્લેઈન સાથે આવેલા સંઘમાંના કાયદા-અફસરે શ્વિન
SR No.006008
Book TitleLaughing Men
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
Publisher
Publication Year
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy