SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ 182 લાકિંગ મેન પ્લેઈનને સંબોધીને કહ્યું, “તમે સરે પરગણાના શેરીફ સામે ઊભા છે.” વિનપ્લેઈન પેલા રિબામણીમાં નંખાયેલા માણસની પાસે જવાય તેટલું આગળ ગયે. દૂરથી તેણે જેને જો હતો તેને નજીકથી જોતાં તેને ભય ત્રાસના રૂપમાં ફેરવાઈ ગયો. એ માણસ તદ્દન નગ્ન હતો; તેની ઉંમર ૫૦થી 60 વર્ષની હશે; તે તદ્દન ટાલિયો હતો; તેની દાઢી ઉપર સફેદ વાળના ખાંપા ઊગેલા હતા. તેની આંખો બંધ હતી અને માં ઉધાડું હતું. તેના બધા દાંત દેખી શકાતા હતા. તેને પાતળે તથા હાડકાં નીકળેલ ચહેરો મૃત્યુના ચહેરા જેવો દેખાતો હતો. તેના હાથપગ ખેંચીને સાંકળેથી થાંભલાઓ સાથે જકડી દીધેલા હતા. તેની છાતી અને પેટ ઉપર લોખંડની લેટ મૂકી તેના ઉપર પાંચ કે છ મોટા પથરા ઢગલો કરીને મૂકવામાં આવ્યા હતા. તેની વેદનાનો ઊંહકારો કોઈક વખત નિસાસા જેવો લાગતો હતો, તો કઈક વખત ગર્જના જેવો. શેરીફે હવે ટેબલ ઉપરથી દંડ હાથમાં લઈ “નામદાર રાણીજીના હુકમથી” એવા શબ્દો બોલી પેલા રિબાતા માણસને સંબોધીને કહ્યુંઃ માણસ, તું અત્યારે સાંકળે બંધાયેલે છે; હવે છેલ્લી વખત અદાલતને અવાજ સાંભળી લે. તને તારી કોટડીમાંથી કાઢીને અહીં આણવામાં આવ્યો છે. વિધિસર તને વારંવાર પૂછપરછ કરવામાં આવી હોવા છતાં તું જકકીપણે ચુપકીદી જાળવી રહ્યો છે, અને અદાલતને સાચો જવાબ આપતા નથી. એ મોટો ગુનો છે.” શેરીફને જમણે હાથે ઊભેલા કાયદાના ડૉક્ટરે એ ગુને અને તેની સજાની કલમ બેલી સંભળાવી, તથા ઉમેયું - મેજિસ્ટ્રેટના પ્રશ્નને જવાબ ન આપનાર ગુનેગાર બધા જ ગુનાઓ કરનારો
SR No.006008
Book TitleLaughing Men
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
Publisher
Publication Year
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy