________________ ગરીબને ઘેર ગરીબ પરોણા 77 અભરાઈ ઉપર પાછી મૂકતાં કહ્યું, “આ એ બનાવ છે, જેની તપાસ હવે કેઈને લાભદાયક થાય તેમ નથી. આપણે ઊંડા ઊતરવું નથી. સપાટી ઉપર જ રહેવું સારું. હસ્યા કરી ત્યારે, બેટમજી ! " એટલામાં પેલી છોકરી જાગી. નાના બાળકનું સવારે જાગવું એટલે રડવું. ચાલ, નર્સ, હવે તેને ધવરાવવા માંડ,” એમ કહી ઉસસે અભરાઈ ઉપરથી પેલી દૂધની શીશી ઉતારી અને તેના મોં આગળ ધરી. તે જ વખતે સૂરજ ઊગ્યો. એક તખ્તીમાં થઈ તેનાં કિરણો આ કોટડીમાં પેઠાં. એક કિરણ સીધું આ નાની બાળકીના મોં ઉપર પડયું. એ છોકરી તે તરફ મેં લઈ ગઈ. તેના બંને ડોળા સૂર્ય સામે બે અરીસાની જેમ તગતગી રહ્યા. એ ડોળા સ્થિર હતા. વાહ, છોકરી આંધળી છે, " ઉર્સસ બોલી ઊઠયો.