SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ 211 લાફિંગ મેન વીસ વર્ષે તે તે બુઠ્ઠી થઈને મરી જાય છે. અરે એ બધું તમે જુઓ અને જાણે તે તમારું સુખ અલેપ થઈ જાય ! કોલસાની ખાણમાં કામ કરતા મજૂરે, પોતાના પેટને ખાડો પૂરવા કોલસા ચાવે છે, એ તમને ખબર છે ? લંકેસ્ટર પરગણાનું રિબલચેસ્ટર એક શહેરમાંથી કંગાળ ગામડું બની રહ્યું છે, તેની તમને ખબર છે ? - અને એના લાર્ડ અહીં તમારામાં જ વિરાજે છે. એટલે હું માનું છું કે, પ્રિન્સ યોર્જ ઓફ ડેન્માર્કને - રાણીજીના પતિને એક લાખ વધુ ગિનીની કંઈ જ જરૂર નથી. તેના કરતાં તે દવાખાનામાં દાખલ થતા ગરીબ દરદી પાસે તેની દફનક્રિયા માટેની રકમ પહેલેથી માગવાની ક્રૂરતા દૂર કરે. સ્ટેફોર્ડ પરગણામાં નર્યો ભેજ છે - પણ પૈસાને અભાવે લેકે એને નિકાલ નથી કરી શકતા. લંકેશાયરનાં બધાં કાપડનાં કારખાનાં બંધ પડ્યાં છે. ક્યાંય કશે રોજગાર રહ્યા નથી. હાલેકના માછીઓ માછલાં ન પકડાય ત્યારે ઘાસ ચાલે છે, તેની તમને ખબર છે ? બટન-લાઝર્સમાં હજુ પણ રક્તપિત્તિયાઓને શિકાર ખેલાય છે, અને તેઓ તેમના ખાડાઓમાંથી બહાર નીકળે, તે તેમના ઉપર ગોળી ચલાવાય છે. તમારામાંના એકના એલબરીમાં દુકાળ કાયમી બની રહ્યો છે. તમે કોવેન્ટ્રીના દેવળને અને તેના બિશપને હમણુ વધુ નાણાં બક્ષ્યાં, પણ ત્યાંના પિન્કિજ ગામનાં ઘરોમાં ખાટલા ન હોવાથી માતાઓ નાનાં છોકરાંને જમીનમાં ખાડા ખોદીને સુવાડે છે. આમ તેમના જીવનની શરૂઆત પારણાથી થવાને બદલે કબરથી થાય છે. ઉમરાવબહાદુરે, તમે જે કરવેરા મંજૂર કર્યા, તે બધા કોણ ભરે છે, ખબર છે ? જેઓ કંગાલિયતથી મરી રહ્યા છે, તેઓ ! તમે તમારી જાતને છેતરી રહ્યા છે. તમે બેટે માગે છે. તમે તવંગરોની સમૃદ્ધિ વધારવા માટે ગરીબોની કંગાલિયત વધારો છે. કામકાજ કરનારા પાસેથી લઈને આળસુને ભરો છો. ગરીબ પાસેથી
SR No.006008
Book TitleLaughing Men
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
Publisher
Publication Year
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy