SearchBrowseAboutContactDonate
Page Preview
Page 293
Loading...
Download File
Download File
Page Text
________________ ઉમરાવ–સભામાં 263 લઈને રાજવીને આપે છે. આ બધી બાબતેથી મારું લોહી ઊકળી ઊઠે છે. મારામાં મારા પિતાનું રિપબ્લિકન લેહી વહી રહ્યું છે. હું આપણા કહેવાતા રાજાઓને શાપ આપું છું. અને આ સ્ત્રીઓ પણ કેવી નિર્લજજ છે ! મને એક દુઃખદ કથની જાણવા મળી છે. ચાર્લ્સ બીજાને ધિક્કાર હજે ! મારા પિતાએ ચાહેલી એક સ્ત્રીએ એ રાજાને આત્મસમર્પણ કર્યું - મારા પિતા તે વખતે દેશનિકાલીમાં સબડતા હતા - એ વેશ્યા ! ચાર્લ્સ-૨ પછી જેમ્સ-ર આવ્યું. તે વળી તેના કરતાં વધુ બદમાશ હતો. અને છતાં સન્મ કહું કઈ અનેખી ચીજ છે?—એ પણ એક માણસ જ. છે, અને તે પણ નબળે અને બેઠાખાઉ. એવા માણસને રાજા બનાવ્યાથી શું લાભ? એને રાજ કહીને તમે તેના એકલાના પેટમાં લાખો માણસને પૂરો થઈ રહે તેટલી કિંમતને ખોરાક અને પીણાં ઠાંસ્યા કરે છે - અને તેને લાખો માણસોના જાનમાલને માલિક બનાવે છે. આ બધા તમારા કાયદા પણ એ કચરાયેલા લેકેને વધુ કચરવા માટે જ છે. જરા વિચાર કરે ! એ લેકે મરશે, તે સાથે સાથે તમે પણ મરશે. તમારી જાત ઉપર તમને માયામમતા છે કે નહિ ? તમારી જાતને બચાવવી હોય તે પછી તમે એ બધાને બચાવો. નાવ ડૂબે ત્યારે તેમાંના બધા મુસાફરો એકસાથે જ ડૂબે, એ તો જાણે છે ને ? થોડાકને માટે જ એ હોનારત મર્યાદિત રહે, એમ તે બનતું હશે ? અરે, ખરા કંગાળ તો તમે લેકે છે. જુઓને તમારા કંગાળ રાજાએ હું એક ઉમરાવજાદો હોવા છતાં થોડા પૈસા લઈને મને વેચી ખાધો. મને આશરો તો એક ગરીબ ગણાતાએ જ આપ્યો ! મારે આ અંગછેદ કોણે કરાવ્યો ? એક રાજાએ ! મારા ઘા કોણે રૂઝવ્યા ? એક ભૂખે મરતા ગરીબ. હું લોર્ડ કલૅન્યાલ હતો, પણ મને વિનપ્લેઈન બનાવી મૂકવામાં આવ્યું. મારે સંબંધ મહાન સત્તાધીશે
SR No.006008
Book TitleLaughing Men
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
Publisher
Publication Year
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy