________________ એક જણના બે શત્રુ, આપસમાં મિત્ર પરંતુ “લાફિંગ મેન'ની સફળતાથી જેમને નુકસાન પહોંચવા લાગ્યું, તે બીજા બધા ખેલ મંડળીઓવાળા ગુસ્સે થઈ ગયા. તેમને તેમના ખેલ બંધ કરવાવારે આવી ગયા હતા. તેઓ હવે અદેખાઈ કરવા લાગ્યા, એટલું જ નહિ પણ ગ્વિનપ્લેઈનને કંઈક નુકસાન પહોંચાડી શકાય તેવો રસ્તો વિચારવા લાગ્યા! પહેલાં તો તેઓએ ખેલ વખતે બૂમો પાડીને, બખેડા કરીને ધાંધલ મચાવવા માંડી. એને કારણે ઉર્સસનાં ભાષણો જેમ તીવ્ર બનતાં ગયાં, તેમ ટોમ-જિમ-જૈકના ઠોંસા પણ. કારણ કે, ગ્નિનપ્લેઈન જેતે કે, પેલા લેકે ધાંધલ શરૂ કરવા જાય, તેની સાથે જ ટોમ-જિમ-જેક કામે લાગી જતો અને ઠોંસા-મુકકી-ધક્કા વગેરેથી તરત ટેળામાં શાંતિ સ્થાપી દેતે. ઉર્સસને પણ ટોમ-જિમ-જેકની આ મદદ નજરે પડ્યા વિના ન રહી; પરંતુ ઉર્સસની ટોળી જેમ કોઈની સાથે ભળવા તત્પર નહોતી, તેમ ટોમ-જિમ-જેક પણ સાથી-દોસ્તની ટોળી વિનાને એકલે જ હોઈ દરેક જણને મિત્ર બનવા તત્પર હોવા છતાં, કેઈને સોબતી બન્યા વિના, જેવો દેખા દેતા તે અલોપ થઈ જતો. પરંતુ ટેમ-જિમ-જકના ઠોંસામુક્કીથી પેલાઓની અદેખાઈ શાંત ન પડી. તેઓએ ભેગા થઈ, સત્તાવાળાઓને એક ફરિયાદ લખી મોકલી.