SearchBrowseAboutContactDonate
Page Preview
Page 274
Loading...
Download File
Download File
Page Text
________________ 246 લાકિંગ મેન વિજ્ઞાપન-અધિકારીઓ હતા. એ બધાએ લૉર્ડ બ્લેન્ચાલને નમન કર્યું અને તેમની સેવા શિરોધાર્ય હેવાનું નિવેદન કર્યું. પછી તે વિજ્ઞાપન-અધિકારીઓ માનપૂર્વક વિનપ્લેઈનને દેરીને આગળ ચાલ્યા. જુદા જુદા ઓરડાઓમાં જુદા જુદા હોદ્દેદારો બેઠેલા હતા. તે બધા નમન કરે, ત્યારે માત્ર પોતાની ફેંટની કિનારને અડકીને જ તેમનું નમન પાછું વાળવાની સૂચના ડ્રિનપ્લેઈનને આપી દેવામાં આવી હતી. ચાન્સેલર ઓફ ધ એકત્સ્યકરના ઓરડા આગળ હિસાબની, ટંકશાળ-અધિકારી, વગેરે આઠ જણે વિનપ્લેઈનને નમન કર્યું. ત્યાર પછી જુદા જુદા વહીવટી કારભારીઓ, સેક્રેટરીઝ ઓફ સ્ટેટ, વગેરે બધાનાં ઓળખ-વંદન ઝીલતો તે આગળ ચાલ્યો. પછી છેવટે ઈગ્લેંડના ઉમરાવોને ખાસ છડીદાર આવ્યો. તેની પાસે બે ઉમરાવો ઊભા હતા - બે બેરને. તેમને લોર્ડ ચાન્સેલરે ઉમરાવ-સભામાં લઈ લેંન્યાલને રજૂ કરવાનું કામ સોંપ્યું હતું. પહેલો ઑર્ડ ફિટ્ઝવૅલ્ડર, જે બૅરની પંક્તિમાં છઠ્ઠી બેઠકને હકદાર હતો, અને બીજો લેડ એરુડેલ, જે 38 બેઠકને હકદાર હતો. પેલા બંને જણ શ્વિન લેઈનને વચ્ચે રાખી આગળ ચાલ્યા. છડીદાર તેમની આગળ ચાલતો હતો. આગળ જતાં શસ્ત્રસજજ સૈનિકોની ટુકડી આવી. તેણે નવા ઉમરાવને શસ્ત્રો વડે નમન કર્યા. હવે એ સરઘસ એક ભપકાબંધ દ્વાર આગળ જઈ પહોંચ્યું. તેને બારણું એવાં ભવ્ય હતાં કે જાણે સેનાનાં હોય એમ જ લાગે. એ ઇંગ્લેન્ડના લેયાન્સેલરના કમરાનું દ્વાર હતું. એ કમરામાં જુદા જુદા કર્મચારીઓ તેમના ભવ્ય પિશાકમાં હતા. ત્યાં વિધિસર
SR No.006008
Book TitleLaughing Men
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
Publisher
Publication Year
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy