________________ ઉમરાવ-સભામાં રાણીએ પિતાની બહેન પ્રત્યેનો પ્રેમ બરાબર દિલેરીથી દાખવવા માંડ્યો હતો. ગ્વિનપ્લેઈનને ઉમરાવ-સભામાં વિધિસર પ્રવેશ કરાવવા માટે તેડી જવા રાણીએ પોતાને ખાસ રસાલો મોકલ્યો હતો; અને મહા-છીપ ઘાટની ઘોડાગાડી. લોર્ડ કન્યાલીની વર્દી પહેરેલા અનુયાયીઓ ભપકાબંધ પિોશાકમાં તો હતા જ. ઉમરાવ-સભાની તે દિવસની બેઠક રાતે મળવાની હતી. ઈંગ્લેંડમાં પાર્લામેન્ટરી જીવનને રાજીખુશીથી નિશા-જીવન કરી મૂકવામાં આવે છે. બ્રેન્ટફર્ડ મુકામેથી રાણીની ઘોડાગાડી પાછી ફરી. હવે ચાર ઘોડાવાળી કાચબા-પીઠ ઘોડાગાડી, વિનાપ્લેઈનને લઈને, પગે ચાલવાની ઝડપે જ આગળ વધવા લાગી. જાણી જોઈને આ ઢીલ કરવામાં આવી રહી હતી. કિંગ્સ-ગેટ આવતાં શ્વિનપ્લેઈન ઘોડાગાડીમાંથી નીચે ઊતર્યો. કાળા દંડવાળા માર્ગદર્શક વિનલેઈનને બધે વિધિ સમજાવતે હવે આગળ લઈ ચાલ્ય. થોડે આગળ પંક્તિબંધ ઊભેલા છ-છ કર્મચારીઓની પહેલી ઓળખ કરાવવામાં આવી. પહેલી પંક્તિના છ કર્મચારીઓ વિજ્ઞાપન-અધિકારી હતા. તેમને પ્રથમ ઉમરાવોની સ્મશાનયાત્રાને નિયમન-અધિકાર 1 5 હતે; અને બીજે દફન-અધિકારી. બીજી પંક્તિમાં ચૂક માટેના