SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ 244 લાફિંગ મૅન “હું ઇંગ્લેંડને ઉમરાવ છું અને આપણે લડી લેવું જોઈએ.” “અલ્યા, હવે આ નાટક લાંબું ચલાવવાને મને કંટાળે આવે છે. મારી સાથે વધુ જીભાજોડી ન કરીશ; નહિં તે અબઘડી તને બંધાવીને ફટકા મરાવીશ. મારું નામ લૉર્ડ ડેવિડ ડિરી-માઈર છે.” “અને મારું નામ લેર્ડ કૉન્ચાલ છે.” લોર્ડ ડેવિડ ફરી હસી પડ્યો. “ખરી વાત ! સિયાનાના પ્રેમી થવા એ નામ જ ધારણ કરવું પડે. હવે હું તને માફ કરું છું. શાથી ? સમજ્યો ? કારણ આપણે બંને ડચેસ સિયાનાના પ્રેમીઓ છીએ.” પણ તરત જ ગૅલરી તરફથી એક અવાજ આવ્યો : “આપ બંને પતિ કહેવાઓ, લૉર્ડ બહાદુરો.” બંને જણે પાછા ફરીને જોયું. બાકિલ " લોર્ડ ડેવિડ નવાઈ પામી બેલી ઊઠડ્યો. પેલાએ બંને ઉમરાવોને નીચા નમી નમન કર્યું. તેનાથી ડાં ડગલાં પાછળ એક કાળી છડીવાળા માણસ આદરભાવ બતાવતી ગંભીર કડક મુખમુદ્રા સાથે ઊભે હતો. તે હવે આગળ આવ્યું અને ગ્વિનપ્લેઈનને ત્રણ વાર નમન કરી બોલ્યઃ લેડી, આપ નામદારને નામદાર રાણીજીની આજ્ઞા મુજબ તેડવા આવ્યો છું.”
SR No.006008
Book TitleLaughing Men
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
Publisher
Publication Year
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy