________________ ઉમરાવ-સભામાં 247 વિનપ્લેઈનનું નામ રજિસ્ટરમાં ઉમરાવ સભામાં હાજરી આપવાના આમંત્રણ સાથે દાખલ થયું. તેની કમરે તરવાર બાંધવામાં આવી તથા પાર્લમેન્ટને ખાસ ઝભ્યો તેને પહેરાવવામાં આવ્યો. અને લંડ ચાન્સેલરે તાજના રજિસ્ટરમાં અને પાર્લમેન્ટના રજિસ્ટરમાં સહી કરીને ઊભા થઈને કહ્યું, “ડે ફર્મેઈન લેંન્યાલી, બેરન કૉન્ચાલ, બેરન હંકરવિલ, માર્વિસ ઓફ કેલિ-ઈટાલી, આપનું ગ્રેટ બ્રિટનના આધ્યાત્મિક અને લૌકિક ઉમરામાં સ્વાગત કરીએ છીએ.” પછી ઉમરાવ-સભાનું દ્વાર ખોલવામાં આવ્યું; અને વિનપ્લેઈને સાઉથવર્ક જેલના બારણામાં પ્રવેશ કર્યો હતો પછી તે પૂરા છત્રીસ કલાકેય નહોતા થયા ને ઉમરાવ-સભામાં તેણે પ્રવેશ કર્યો. જૂના જમાનામાં રાજાને સમાંતર એવો ઉમરાવ-વર્ગ ઊભે થયો હતો એ છેવટે ઉપયોગી વસ્તુ નીવડી. - ઇંગ્લેન્ડમાં પણ ઉમરાવ-સભા પ્રગતિના માર્ગમાં એક અગત્યની મજલ બની રહી. પ્રજા તરીકેની ભાવનાની એ શરૂઆત હતી. લેકિની સંગઠિતતાને એ પ્રથમ અવતાર હતો. પ્રજા તરીકે પ્રજાકીય વિરોધની ભાવના ઈંગ્લેન્ડમાં ઉમરાવ-સભામાં જન્મી હતી. બેરોએ રાજા સામે હાથયાર ઉપાડવાનાં પગરણ માંડીને છેવટે રાજાની અંતિમ પદભ્રષ્ટતાનાં મંડાણ કર્યા હતાં. જોકે ઉમરાવ-સભાએ તો ઉમરાવોના હક માટે જ લડત ચલાવી હતી; પણ અજાણુમાં તેમણે રાજાની સામે નાગરિકોનો હક ઊભો કર્યો. ઉમરાવ-વર્ગ રૂપી ગીધે ગરુડના સ્વાતંત્ર્ય રૂપી ઈડને સેવ્યું. આજે એ ઈંડું ફાટયું છે. અને તેમાંથી નીકળેલું ગરુડ આકાશમાં ઊંચે ઊડવા લાગ્યું છે તથા ગીધ મરવા પડયું છે.