________________ 248 લાફિંગ મેન પરંતુ આપણે ઉમરાવશાહીને ન્યાય કરવો જોઈએ. તેણે રાજાશાહી સામેના પલ્લામાં પોતાનું વજન નાખીને તેને સમતોલ રાખ્યું. રાજાઓની જાલિમશાહી સામે એ રૂકાવટ રૂપ બની રહી. આપણે તેને આભાર માનીએ અને તેને દફન કરીએ. જૂની ઉમરાવ-સભાનું મકાન અત્યારે અસ્તિત્વમાં નથી. કોઈ પણ વસ્તુનું જૂનું કેટલું બદલાય તેની સાથે અંદરની ચીજ પણ બદલાય જ. સેનેટની સભાનું સ્થાન ચોરસ ઓરડાને બદલે ગોળ ઓરડામાં લાવો તેની સાથે એ સેનેટ પિતે જુદી વસ્તુ બની રહે. જૂની કઈ માનુષી કે દેવી વસ્તુ જેમની તેમ જાળવી રાખવી હોય, તે તેના કોઈ પણ ભાગને જરાય બદલવો ન જોઈએ કે બદલાવા દેવો ન જોઈએ. ઇંગ્લેન્ડના ઉમરા તે વખતે ન્યાયની અદાલત તરીકે વેસ્ટ મિસ્ટરના મોટા હોલમાં બેસતા અને સર્વોચ્ચ ધારાકીય ચૅમ્બર તરીકે “હાઉસ ઑફ લોર્ડઝ' કહેવાતા ખાસ હાલમાં બેસતા. ઉમરાવ-સભાના લંબચોરસ હોલમાં બારણાની સામેની બાજુએ ત્રણેક પગથિયાં જેટલી ઊંચી જગા ઉપર રાજસિંહાસન હતું. રાજ-સિંહાસનની જમણી બાજુની ભીંત તરફ બેઠકની ત્રણ પંક્તિઓ બિશપ માટે હતી. અને ડાબી બાજુની ભીંત તરફ ત્રણ પંક્તિઓ થક, માર્વિસ અને અલ લેકે માટે હતી. એ ત્રણ વિભાગો ત્રણ પગથિયાંથી જુદા પડતા હતા. વાઈકાઉંટની બેઠક રાજસિંહાસનની સામેની બાજુએ કાટખૂણે હતી. તેની પાછળ બેરને માટેની બે પંક્તિઓ હતી. રાજસિંહાસનની જમણી બાજુ ઊંચી બેઠક ઉપર બે આર્ચ બિશપ બેસતાઃ કેન્ટરબરી અને કે. મધ્યમ ઊંચાઈની બેઠક ઉપર ત્રણ બિશપઃ લંડન, ડરહામ અને વિચેસ્ટર. બીજા બિશપે નીચી બેઠક ઉપર બેસતા.