________________ 106 લાફિંગ મેન રીતે કરશે એ તે પોતે જ જાણતો નહોતો; પણ પોતે તે ઘા કરશે - જેસિયાનાને કરશે, એટલા નિશ્ચયમાત્રથી જ બાલિફેદ્રાને આનંદ આનંદ વર્તાઈ રહ્યા હતા. જૈસિયાનાને વિનાશ કરી શકાય, તે તેના જેવી સફળતા તે એકેય ન કહેવાય. બાકિંલફેડ્રાને એ વાતની આશા ન હતી. પણ તેને નામોશીમાં નાખવી, તેને હલકી પાડવી, તેની કાતિલ સુંદર અને ગુસ્સાના આંસુથી લાલ કરી નાખવી, એ પણ જેવી તેવી સફળતા ન કહેવાય. બાકિંલફેડ્રોનું લક્ષ્ય એ જ હતું. જૉસિયાનાને તરફડતી મેજ ઉપર નાખી, તેને જીવતી ચીરવી; અને તે ચીસો પાડતી હોય તે વખતે તેના ટુકડા કરવા - એ દશ્ય બાર્કિલફેડ્રોની આંખ આગળથી ખસતું જ નહિ. એ સુંદર પ્રતાપી સ્ત્રીનું શરીર તેને માટે જેટલા પ્રમાણમાં અલભ્ય હતું, તેટલા જ , પ્રમાણમાં તેને નષ્ટ-ભ્રષ્ટ-બરબાદ થયેલું તે જોવા ઈચ્છતો હતો એમ કરવા જતાં તેના પિતાના હાથમાં છરીના ઘેડા કાપા બેસી જાય તેને તેને વાંધો ન હતો. જૈસિયાનાના શરીરના અણુ અણુને બાકિંલકે ધિક્કાર હતા. માંસને એ થેલે હજુ કોઈને તાબે થયો ન હતો; પણ તેથી શું ? માત્ર તકને અભાવ ! બદમાશ રાજાની ગેરકાયદે પુત્રી, માત્ર નસીબના જોરે જ ડચેસ થઈ બેઠી હતી; અને અત્યારે મહાદેવી જેવી સત્તા ભોગવે છે અને સન્માન મેળવે છે; પણ જે તે ગરીબ જન્મી હત, તે શું થાત ? બે કાવડિયાં માટે શરીર વેચતી વેશ્યા જ હોત ને! - એનામાં તેના સુંદર શરીર સિવાય વિશેષ શું બન્યું છે ? અક્કલ તો છે નહિ; છતાં માત્ર તવંગરપણાને લીધે જ બાલિકે ડ્રો જેવા બુદ્ધિશાળી - શક્તિશાળી માણસને તે તુચ્છકારે છે, તુચ્છકારી શકે છે. અલબત્ત, પોતે ભૂખે મરતો હતો, ત્યારે તેણે તેને આશરો આપ્યો.