SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ છોકરાના વેપારી ચીનાઓ વનસ્પતિના જેવા ઘાટ ઘડતા, તેવા આ કેપેશિકે કે માણસના ઘાટ ઘડી આપતા. તેઓ મોં ઉપર થોડાક ફેરફાર એવા કરી આપે કે પછી સગો બાપ પણ પોતાના દીકરાને ઓળખી ન શકે. જેમ રૂમાલ ઉપરથી નામસૂચક ભરતકામ કાઢી નાખે, તેમ બાળકના મોં ઉપરથી તેઓ ઓળખની બધી નિશાનીઓ દૂર કરી આપે ! કેપેશિકે કે બાળકની સ્મૃતિ પણ સાથે સાથે ભૂંસી આપતા. પિતાને શું કરવામાં આવ્યું છે તે બાબતની બાળકને કશી સાન જ રહેતી નહિ. તેના ચહેરા ઉપર આ વાઢકાપનાં ચિહન કાયમનાં અંકાઈ રહેતાં, પણ તેના મન ઉપર નહિ! તે લેક પાસે વાઢકાપ દરમ્યાન બાળકને બેહોશ કરવાનું પણ એક ચૂર્ણ રહેતું. એનાથી ચીના લેકે પહેલેથી પરિચિત હતા,–જેમ છાપખાનું, તોપખાનું છે. અનેક બીજી બાબતોથી પરિચિત હતા તેમ. યુરોપમાં તો માત્ર એ વસ્તુઓ મોટા પાયા ઉપર પછીથી વિકસી, એટલું જ. ચીનમાં એ બધી વસ્તુઓ બીજ-અવસ્થામાં જ રહી. કહોને કે, ચીન એવાં બીજને ભરેલ ઘડો જ છે. ચીનમાં જ માણસના ઘાટ ઘડવાની વિદ્યા પણું પહેલેથી ચાલતી આવેલી છે. તેઓ બે કે ત્રણ વર્ષના બાળકને લઈ, તેને જુદા જુદા ઘાટની બરણીઓ પહેરાવી દેતા. એ બરણીઓ ઉપરનીચે ખુલ્લી હોય, જેમાંથી માથું અને પગ બહાર નીકળી શકે. બાકીનું બધું શરીર એ બરણીના કાટલામાં વિકસવું હોય કે ભરાવું હોય તેટલું ભરાય. કેટલાંય વર્ષો સુધી એ બરણીમાં તેનું શરીર એમ જામ્યા કરે; પછી જ્યારે એ લેકેને ખાતરી થાય કે, હવે તેનું શરીર કાયમને માટે એ આકારે ગંઠાઈ ગયું છે, ત્યારે તેઓ પેલી બરણું ફોડે,– અને બરણ-ઘાટને માણસ તૈયાર! કેપેશિક લેકે પિતતાના કબીલા બાંધીને વસ્તીથી જુદા જ રહેતા. તેઓ ચોરી, લૂંટ કે એવા કશા ગુના કરતા નહિ. બીજી
SR No.006008
Book TitleLaughing Men
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
Publisher
Publication Year
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy