SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ લાફિંગ ઍન બધી રીતે તેઓ ધાર્મિક લેકે હતા. તેઓ પ્રમાણિક પણ હતા. તેઓ તમારા ઘરમાં આવે, તમારું બાળક કિંમત આપાને ખરીદે અને ચાલતા થાય. બધી પ્રજાઓના માણસો તેમના ટોળામાં હતાઃ અંગ્રેજ, ફેંચ, કૅસ્ટિલિયન (સ્પેનિશ), જર્મન, ઇટાલિયન. છતાં તેમનામાં એક જ જાતના વર્ણની –ધંધાની એકતા હતી. તેઓએ એક જુદી જ મિશ્રભાષા ઊભી કરી હતી, જે તેઓ બધા જ સમજતા. એ લેકેને કઈ જુદી જાતિ કહેવાને બદલે સમાન ધંધાદારી મંડળ કહેવું જોઈએ. એક વિચિત્ર– ગુનાહિત બંધ આચરતાં આખા યુરોપનાં ચીંથરાં ભેગાં થઈને એ લેકેની કંથાગદડી ઊભી થઈ હતી. તેઓ એક જગાએ સ્થિર રહેવાને બદલે સતત ભટક્યા કરતા. અચાનક એક શહેર આગળ તેઓ દેખા દે, અને પાછા અલોપ થઈ જાય. જેઓને કેવળ નમવા દેવામાં આવતા હોય, તેઓ એક જગાએ મૂળ નાખી ન શકે. જે દેશમાં રાજાઓ તેમનો ઉપયોગ કરતા, તે દેશોમાં પણ ક્યારે તેમની સતામણું શરૂ થાય, તેનું શું ઠેકાણું? રાજાઓ તો કઈ ગુપ્ત કારવાઈમાં પોતાના સાગરીત થનારને, તે ગુપ્તતા જાળવવા ખાતર જ નાબૂદ કરવા ઈચ્છે ! જેમ ગબડતો પથરો જરા પણ શેવાળ ભેગી ન કરી શકે, તેમ આ ભટકતા લેકે પણ કશી મિલકત એકઠી કર્યા વગર ગરીબાઈ અને તંગીમાં જ જીવન વિતાવતા. કદાચ મોટા મોટા કોંટ્રાકટ મેળવનારા તેમના મુખિયાએ તવંગર બનતા હશે, પણ બાકીના બધા તે માંડ પિટિયું કૂટી કાઢે. તેમાં પણ જુદાં જુદાં વિશિષ્ટ રીત-રિવાજો, રૂઢિ-પરંપરાઓ વગેરે ચાલ્યાં આવતાં. અમુક નિયત સમયે તેઓના મોટા સમૈયા ભરાતા. સત્તરમા સૈકામાં તેમનાં તે માટેનાં ચાર મુખ્ય રથો હતાં? સ્પેનમાં, જર્મનીમાં, ફાંસમાં અને ઈંગ્લેંડમાં.
SR No.006008
Book TitleLaughing Men
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
Publisher
Publication Year
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy