SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ છોકરાના વેપારી ઈંગ્લેંડમાં ભટકતા લોકો માટેના કાયદા બહુ સખત હતા. ' રખડુ માણસને તેઓ જંગલી જાનવર કરતાં વધુ ખરાબ માનતા. ઈંગ્લેંડે જિસી લેકને વરુઓની જેમ જ દેશમાંથી નાબૂદ કરવાના પ્રયત્ન કર્યા હતા. જોકે, ઇંગ્લેંડને કાયદો પાળેલા વરુને કૂતરાની કટીનું ગણી તેને નભાવી લેત, તેમ, ધંધાદારી ફરતા માણસોને પણ તે નભવા દેતે. જેમ કે ભાંડવૈયા, ફરતો હજામ, ઊંટવૈદ, ફેરિયે, ખુલ્લા આકાશ હેઠળ વર્ગો ચલાવતો પંડિત ઈ. કેપેશિક લોકોને જિસી લેકેથી જુદા સમજવા જોઈએ. જિપ્સી કે તે એક જુદી પ્રજ્ઞા હતી, ત્યારે કપ્રેણિકે લેકે અનેક પ્રજાઓને બનેલે એક વ હતો. કપ્રેશિક લેકેની પોતાની આગવી સંકેતભાષા પણ નહોતી. તેઓની તો એક સમજ-ભાષા જ હતી. કોંગ્રેશિક લોકે છેવટે તે જિપ્સીઓની પેઠે ઠેર ઠેર દેશ દેશમાં વિચરતા લોક બની રહ્યા, છતાં તેઓને એકબીજા સાથે જોડનાર બંધ માત્ર ધંધાદારી હતો. તેઓને બહુ તો એક મહાજન ગણી શકાય. ઉપરાંત જિસીઆ અખ્રિસ્તી હતા, ત્યારે કેપેશિકે કે ખ્રિસ્તી હતા. અને ખ્રિસ્તીમાંય પાછા કૅથલિક અને કૅથલિકમાંય પાછા રેમન (કેથલિક) ! - ઈર્લંડના ટુઅર્ટ રાજાઓ અને ખાસ કરીને જેસર કpશિકા લેકોને રક્ષણ આપતા. જેસ-૨ જિસી લોકો અને યહૂદીઓને સતાવ્યા કરતો, પણ કેપેશિકા લોકો તે તેના ઘરાક હતા. કેટલાય સગીર વાર પ્રતિકૂળ લાગતા હોય, તો કેપેશિકે કે તેને અલોપ કરી આપતા - ઉપાડી જઈ તેને ઘાટ બદલી નાખીને ! પોતાના માનીતાઓને એ રીતે બીજાઓની નાવારસ બનેલી જાગીરોની ફેરબદલી કરી આપવાનું રાજાને સરળ બનતું. કેપેશિક લેકો આ બધી રાજ્યની ગુપ્ત વાતે વફાદારીથી અને સમજદારીથી ગુપ્ત રાખતા.
SR No.006008
Book TitleLaughing Men
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
Publisher
Publication Year
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy