SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ લાફિંગ મૅન તેઓનું હિત પણ તેમ કરવામાં જ હતું. જે રાજાને લાગે કે, તેની ગુપ્ત વાતે તેમના હાથમાં સલામત નથી, તો એ લોકોને જ અલેપ કરી દેવાનું હમેશ તેના હાથમાં રહેતું. પણ 1688 માં ઇંગ્લેંડને રાજવંશ બદલાયે. ટુઅર્ટવંશી જેસ-૨ બાદ ઓરેંજ-વંશી વિલિયમ-૩ ગાદીએ આવ્યું. પણ રાજા વિલિયમના ખ્યાલો તથા તેની કામકાજની રીતે રાજા જેસ-૨ કરતાં તદ્દન જુદાં હતાં. એટલે તેણે કેપેશિક લોકોને ઈગ્લેંડમાંથી નાબૂદ કરવાને જ નિર્ણય લીધો. એક કાયદો પસાર કરવામાં આવ્યો. તેની રૂએ કોંગ્રેશિક લેકેનો જે માણસ હાથમાં આવે, તેને ખભા ઉપર "R' (“આર') અક્ષરને ડામ દેવાય–અર્થાત "Rogue'- ઠગ. તેના ડાબા હાથ ઉપર "T' (“ટી) અક્ષરનો ડામ દેવાય–અર્થાત Thief-ચેર; અને જમણા હાથ ઉપર "M" (“એમ”) અક્ષરને ડામ, દેવાય અર્થાત "Manslayer" - ખૂની. તેમના મુખિયાઓને કપાળમાં "P" (“પી') અક્ષરને ડામ દેવાય - અર્થાત "Pillory'- એટલે કે, માંચડામાં હાથપગ અને માથું પરોવી ઊભા રાખવાની સજા કરીને તેમની તમામ માલમિલકત જપ્ત કરવાની, અને તેમનાં જંગલોનાં ઝાડ ઉખેડી નાખી સાફ કરી નાખવાનાં. જે લેકે કે પ્રેશિકોને પકડાવી આપવાને બદલે છુપાવવા પ્રયત્ન કરે, તેમની પણ મિલકત જપ્ત થાય અને તેમને કાયમને માટે બંદીવાસની સજા થાય. કપ્રેશિક લોકોની સ્ત્રીઓને નદી વચ્ચે લટકાવેલી ખુરશી ઉપર બાંધી, પાણીમાં ડબકડાયાં કરાવી મારી નાખવામાં આવતી.
SR No.006008
Book TitleLaughing Men
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
Publisher
Publication Year
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy