________________ માણસ કરતાં અંધારું છું કાળું ! 1689 ના ડિસેમ્બર માસમાં આખા યુરેપ ખંડ ઉપર હઠીલો ઓતરાતે પવન સતત ફૂકાયા કરતો હતો; ખાસ કરીને ઇંગ્લેંડ ઉપર. અને તેથી તે વરસનો કારમો શિયાળે એક મહામારીની જેમ આમ-પ્રજામાં વરસો સુધી કહાણીરૂપ બની રહ્યો. થેમ્સ નદી, મુખ આગળથી દાખલ થતા દરિયાના પાણીને કારણે, સૈકામાં એક વખત પણ ભાગ્યે જામતી હોય છે, તે પણ આ વરસે જામી ગઈ હતી. ગાડીએ તેના ઉપરથી ગડગડાટ દોડી જતી હતી, અને તે વરસે આખલાની સાઠમારી તથા મહામેળે તેના ઉપર જ ભરાયાં હતાં. આ બરફ પૂરા બે મહિના જામેલો રહ્યો. પરંતુ 1690 નું વર્ષ તે, ઠંડીની બાબતમાં, સત્તરમી સદીના પ્રારંભના કારમાં શિયાળાઓને પણ ભૂલાવી દે તેવું નીવડ્યું. જાન્યુઆરી મહિનાના સૌથી વધુ બરફીલા દિવસોમાંના એકની સાંજે પાર્ટલેન્ડને અસંખ્ય અખાતોમાંના એકમાં કંઈક અસાધારણ જેવું બની રહ્યું હતું. આ અખાતોમાંના એકના કિનારા પાસેના ખડકાળ ભાગમાં એક નાનું જહાજ અત્યારે ઊંડા પાણીને લાભ લઈ કિનારે લાંગર્યું હતું. એ ભાગ સામાન્ય રીતે પવનને કારણે એટલે તોફાની રહેતો કે, ત્યાં કોઈ વહાણ જાણીબૂજીને જવાની હિંમત જ ન કરે. તે ભાગ હંમેશાં નિર્જન અને તેથી સહીસલામત રહેતા. સહીસલામત એટલે બીજી રીતે નહિ, પણ રાજાના ચોકીપહેરાથી ! એ ભાગ એવો હતો કે, ત્યાં રાત વદી એમ ન કહેવાય, પણ રાત ની એમ કહેવું પડે. કારણ કે જમીન પાસે અંધારું વધારે હોય, અને જેમ - ઉપર ટોચે આવો, તેમ કંઈક સૂર્યને કે તારાને પ્રકાશ હોય.