________________ લાનિંગ મન આજે પવન દરિયા તરફથી કહેતો આવતે, એટલે ત્યાંનું પાણી કંઈક શાંત હતું. અને એ મકાને લાભ લઈ, પેલું વહાણ ત્યાં લાંગર્યું હતું. એ વહાણને પાસે જઈને જોયું હોય તો તરત માલૂમ પડે કે, એ જહાજ સ્પેનના બિસ્ક્રના અખાત તરફ જોવા મળતાં “દૂકર " જહાજોમાંનું એક હતું. એ બિસ્કેન કૂકર' જહાજ જેવાં વહાણે હવે જોવા મળતાં નથી. જોકે, શરૂઆતમાં તો સ્પેનના નૌકાકાફલામાં પણ એ જાતનાં જહાજો હતાં. એ જહાજ નક્કર હોતું અને સાથે સાથે નાનું. નૌકાકાફલાનાં “કૂકર 'તો છપચાસ ટનનાં અને ચાલીસ તોપવાળાં હતાં, પરંતુ વેપારીઓનાં કે દાણચોરોનાં “કૂકરો” બહુ હલકાં નાનાં જહાજે હેતાં. વહાણવટી લેકે આ હલકા જહાજને ખાસ પસંદ કરતા. તેની બનાવટમાં વિજ્ઞાન અને કુશળતા બંનેને કામમાં લેવામાં આવતાં. તે એક સરોવરમાં પણ ચારે બાજુ ફરી વળે કે દુનિયાની આસપાસ પણ પ્રદક્ષિણા કરી શકે. તે શાંત સમુદ્રને માટે તેમ જ તેફાની સમુદ્રો માટે પણ સરખું કામ દઈ શકે. પેટલેન્ડ દ્વીપકલ્પ ભૂમિતિની રીતે જોઈએ તે કોઈ પંખીના માથા જેવો લાગે, જેની ચાંચ દરિયા તરફ, માથાને પાછલે ભાગ માઉથ તરફ, અને ગળું એ સંગભૂમિવાળો ભાગ પતે. આજે તે પોર્ટલેન્ડને એ આખો ભાગ સિમેન્ટ બનાવનારાઓએ બેદીને સાફ કરી નાખ્યો છે. દરિયા જમીનને કાતરે છે, ત્યારે ત્યાં ભવ્યતા ઊભી થાય છે; જ્યારે માણસ જમીનને ખોતરે છે, ત્યારે નવું કદરૂપાપણું. પેલું કર જ્યાં ઊભું હતું તે ખાડીની ચોપાસ ઊભા ઊંચા ખડકોની દીવાલ આવી રહેલી હતી. તે દીવાલ એ ખાડીની પહોળાઈ કરતાં વધુ ઊંચી હતી. તેથી ત્યાં અંધારું અને ધૂમસ વધુ પ્રમાણમાં આવીને ભરાતાં. એ દૂકર ઉપરથી એક પાટિયું પાસેના ખડકના સપાટ