SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ માણસ કરતાં અધારું છું કાળું ! ભાગ ઉપર ઢાળેલું હતું. એ ખડક ઉપર પગ ટેકવી શકાય એવી જગા એ જ હતી. એ ખડક આગળથી ઊંચે ચાલી જતી વાંકીચૂકી તથા ઊભાણુંવાળી પગકેડી ઝાંખી ઝાંખી દેખી શકાતી હતી. એને ચાલવા માટેની કેડી કહેવા કરતાં પડવા માટેનો ઢાળ કહેવો વધુ સારો. આ દૂકરના મુસાફરો એ રસ્તેથી જ દૂકર સુધી આવ્યા હતા. આ નિર્જન એકાંતમાં પણ વહાણ ઉપર ચડવાનું કે માલ ચડાવવાનું કામ ખૂબ ચુપકીદીથી ચાલતું હતું. અંધારામાં એ મુસાફરો કોણ હતા–પુરુષ હતા કે સ્ત્રી –એ પણ દેખાય તેવું નહોતું. કુલ આઠ જણ હતા. કદાચ તેમાં એક કે બે સ્ત્રીઓ પણ હશે. પણ આખા ટેળાએ જે ચીંથરેહાલ પોશાક પહેરેલ હતો તે ઉપરથી સ્ત્રી જાતિને પોશાક પુરુષ જાતિના પોશાકથી જુદો પડી શકે તેમ નહોતું. ચીંથરાને જાતિ હોતી નથી. મોટી ઉંમરનાં એ માણસે વચ્ચે એક વામણો કે બાળક પણ બીજાં મોટેરાં સાથે વહાણના પાટિયા ઉપર થઈ વહાણમાં માલસામાન મૂકવા આવજા કરતો હતો. - તે એક છોકરો જ હતો. હજુ વધુ નજીક જઈને જોઈએ, તે એ મુસાફરો વિષે થોડીક વધુ વિગતે જાણવા મળે. બધા મુસાફરોએ લાંબા ઝભા પહેર્યા હતા, જે ફાટી ગયેલા અને થીગડાં મારેલા હતા. બધાએ માથે પટકા બાંધ્યા હતા ? કદાચ એતરાતા પવનથી રક્ષણ મેળવવા કે પછી મેં છુપાવવા. તેઓ બહુ ચપળતાથી પગ ઉપાડતા હતા. | મુસાફરો માને એક તેમના આગેવાન જેવો લાગતો હતો. તેના ઝભ્ભા નીચે ચમકતાં ચકતાંવાળ વાસ્કેટ દેખાતો હતો અને તેણે
SR No.006008
Book TitleLaughing Men
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
Publisher
Publication Year
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy