________________ 24 લાફિંગ મૅન સ્પેનિશ મોજડી જેવા જોડા પહેર્યા હતા. મુસાફમાંના બીજા એકે માટે ટેપ પહેરેલો હતો અને તેમાં ચુંગી ખસવા માટે કાણું ન હતુંઃ અર્થાત તે પંડિત કે શાસ્ત્રી હોવો જોઈએ. | નાના છોકરાએ ખલાસીનું જાકીટ પહેર્યું હતું; પણ મોટા માણસનું જાકીટ તે નાના છોકરાને ઝ - એ ન્યાયે તે તેને ઢીંચણ સુધી પહોંચતું હતું. કદ ઉપરથી છોકરો દશ કે અગિયાર વર્ષને લાગે. તેના પગ ખુલ્લા હતા. દૂકરના માણસમાં એક સુકાની અને બે ખલાસીઓ હતા. એ દૂકર પેનથી આવેલું લાગતું હતું અને સ્પેન જ જવાનું હતું. બંને દેશ વચ્ચે એની અવરજવર ચોરીછૂપીથી જ ચાલતી હતી. તેના મહોરા નીચે ચમક્તા મોટા અક્ષરે તેનું નામ “મૅટિના” ચીતરેલું હતું. ખડકની તળેટી આગળ આ મુસાફરોને સામાન છૂટછવાયે પડેલ હતો; અને પિલા પાટિયા ઉપર થઈને ઝડપભેર તે જહાજમાં ચડાવાતો હતો. બિસ્કિટના કોથળા, સૂકાં માછલાંને કથળે, ત્રણ પીપ–એક તાજા પાણીનું, બીજું મેટનું અને ત્રીજું ડામરનું, ચાર પાંચ શીશીઓ એલ-દારૂની, પટ્ટાઓથી બાંધેલી એક મુસાફરી-બૅગ ટૂંક, પટારાઓ, મશાલ માટે કે નિશાની તરીકે સળગાવવા માટે શણની ગાંસડી –એ એવો એ સામાન હતો. મુસાફરો આ બધા સામાન ખેંચતા, ઊંચકતા કે ગબડાવતા વહાણ તરફ લાવતા હતા. બધું કામ ઝડપભેર થતું હતું અને દરેક જણ થંભ્યા વિના કે પૂછળ્યા વિના જે હાથમાં આવ્યું તે લઈને પાટિયા ઉપર થઈ વહાણમાં મૂકી આવતું હતું. આ ટોળામાં કે સ્ત્રીઓ હશે, તે તેઓ પણ પુરુષોની પેઠે જ ભારવહન કરી દોડાદોડ કરતી હતી. પેલા નાનકડા છોકરા ઉપર પણ ગજા ઉપરાંત બોજો લાદવામાં આવતો હતો. આ ટોળામાં એ છોકરાનાં મા કે બાપ હોય એમ લાગતું નહેતું. બધા જ તેની પાસે કામ લેતા, એટલું જ. એ છેકરે કઈ