________________ ગરીબને એ એવી પણ છે. હુંય શા નસીબે આ વેમથ ગામે આવી ચડ્યા? કશી દવાય વેચાઈ નહિ, કે કશે વકરે પણ થયું નહિ. કેવો તુચ્છ મુલક ! મૂરખાઓ સાથે શેરીઓમાં કેટલીય માથાકૂટ કરીએ, ત્યારે ફાધિ જોવા મળે ! પણ આજે તો એય મળ્યો નથી. પણ તું તો બેટમજી ખાઈ જા ! મારે ખરચે ને હિસાબે ! કોણ જાણે શા શા રોગ અને ચેપ લઈને તમે પધાર્યા હશે. મારા હોમને કશે રોગ લગાડ્યો તે ખબરદાર ! અરે બીજા જેને મરવું હોય તે ભલે મરે; મારો હોમો. જીવતો રહેવો જોઈએ. આજે કામમાં ને કામમાં મોડું થઈ ગયું. પછી ભૂખ બહુ લાગી એટલે ખાવાની તૈયારી કરવા બેઠો. એક બટાકે હતો અને રોટીને ટુકડો હતો; ડું દૂધ અને એકાદ કેળિયા જેટલું બીજું કંઈક. મારા મનમાં કે જરા ગરમ કરી લઉં ને ખાઈ લઉં. પણ બસ, આ મગર કયાંથી ટાંપીને બેઠો હશે; ભાઈસાહેબ કેવા પગ પર પગ ચડાવીને બેઠા છે અને મારા ભાણું ઉપર હાથ ચલાવે છે! ભૂખે પેટે મેં મોડી રાત સુધી કામ કર્યું - બદલામાં શું મળ્યું ?-બીજો જણ મારું ખાવાનું ખાઈ જાય છે, તે સામે બેસીને જોવાનું ! તું બેટમજી, ગમે તેટલે ભૂખ્યો હોય, તો પણ બટાકારેટી, ને બીજું બધું તારું; પણ દૂધનું તે ટીપુંય તને નહિ આપું,એટલું તો હું જ પી લઈશ.” તે જ વખતે કેઈના રડવાનો અવાજ આવ્યો. પેલા માણસે કાન સરવા કર્યા. તેણે પેલા છોકરાને કહ્યું, “મા”ળા ખાય છે ને પાછા રડે છે શા માટે ?" પણ છેકરાના ભરેલા મેંમાંથી અવાજ જ નીકળે તેમ નહોતું. ફરીથી રડવાનો અવાજ આવ્યો. પિલે માણસ તરત પેટી તરફ કુદ્યો. પેટી ઉપરના વીંટામાંથી એ અવાજ આવતો હતો ! તરત જ તે બોલી ઊઠ્યા, “અલ્યા ભૂત, તારો વીંટાય ભૂખથી રડે છે " તરત જ તેણે વીંટે ઉકેલી નાખે, તો એક બાળકને માથું તેમાંથી દેખાયું –તે રડતું હતું.