________________ હાફદ્ધિ મેન હે, અલ્યા, શું ધાર્યું છે ? આ બીજું ભૂત પાછું ક્યાંથી આવ્યું ? અલ્યા, તમે કેટલાંક ભૂત મારી ઝૂંપડી ઉપર ચડી આવ્યાં છે ? હેય, ચોકીદાર, હેશિયાર ! અલ્યા ડાકુ, તું આ શું લઈને આવ્યો છે? તું નિરાંતે આરોગવા બેઠો છે, અને આ તરસ્યું છે, એ જતો નથી ? એને કશુંક પાવું જ પડશે; ચાલે ત્યારે, આપણને દૂધ પણ નહિ મળે; આ ડાકુઓ જ ભલે આરોગે. કેવો હતભાગી મુલક છે! પિસાની કમાણી નહિ, અને ફાલી ખાનારાં વધારે !" તેણે એક શીશી અભરાઈ ઉપરથી ફફસી કાઢી અને કપડાને એક લીરે. પેલું બાળક રડ્યા કરતું હતું; પેલો માણસ બેલી ઊઠયોઃ “ડાકણ જ મૂઈ છે ને ! તેના રડવા ઉપરથી જ સમજાઈ જાય કે તે છોકરી છે. અને પાછી ભીની પણ છે!” તરત તેણે તેની ઉપરનું કપડું ઉતારી નાખ્યું, અને બીજા સૂકા કપડામાં તેને વીંટી દીધી. પછી દૂધ પેલી શીશીમાં ભરી, તેને વાદળીને દાટ મારી, તેના ઉપર લૂગડાની પટ્ટી વીંટી દીધી. પછી એ બધું પેલીના મોંમાં બેસી દીધું. પેલી બાળકી તરત રડવાનું બંધ કરી શશીનું દૂધ ચૂસવા લાગી. “કેવાં દુત્તાં છે ? હલકી જાત કોને કહેવાય ? કશું ખાવાનું મળ્યું કે જીભ બંધ; નહિ તો કાન ફાડી નાખે.” પેલી બાળકી એટલા જોરથી દૂધ ચૂસવા લાગી હતી કે ગળામાં ઘેડું દૂધ વાગતાં ખાંસવા માંડી. “ભૂતડી, મરી જઈશ! ધીમેથી ચૂસને ! આય પેલા જેવી જ ભૂખાળવી મૂઈ છે !" પેલે છોકરે હવે ખાઈ રહ્યો હતો. તે હવે મોંએ કશું બોલી શકતે નહોતે, પણ કંઈક આભારભરી આંખે ઉર્સસ સામે જોઈ રહ્યો. હવે ઉર્સસ તેની ઉપર ઊખડ્યા : “કેમ, દુત્તા, ખાતે કેમ નથી ?"