________________ 14 લાફિંગ મેન પલળી ગયા છે કંઈ! કોઈના ઘરમાં આવી હાલતમાં પેસવું એ ગુને છે, ખબર છે ? કાઢી નાખ તારું ચીથરું!” અને પછી પિતાને હાથે જ તેના શરીર ઉપરનાં ચીંથરાં તેણે ખેંચી કાઢ્યાં. પછી ખીંટી ઉપરથી એક ખમીસ ઉતારી, જાકીટ લેધી આપ્યું, અને તેને પહેરાવી દીધું. પછી ધાગામાંથી ઊનને કટકે શોધી કાઢી સગડીના તાપમાં જરા ઊને કરી, પેલા છેકરાના જડ થઈ ગયેલા અવયવો ઉપર ઘસવા માંડ્યો. લે, માળા હાડપિંજર, તારું તો કશુંય ખરી પડે તેવું નથી થયું! હું નકામો ગભરાઈ મર્યો કે કઈ આંગળું બાંગળું તૂટી પડવાનું થયું હશે.” પછી છોકરાને એક પાટલી ઉપર બેસાડી તેણે સૂકી રોટીને ટુકડો લાવી આપ્યો અને કહ્યું, “ખાવા માંડ; રાક્ષસ જેવો તું, નહિ તે, ભૂખ્યા ભૂખે મને જ કયાંક ખાઈ જશે.” પિલો કરે નવાઈ પામી જોઈ રહ્યા. તે શું રાજાજી, ટેબલ બિછાવ્યા વિના તમે નહિ જ આરોગો કેમ ?" એમ કહી પેલાએ છોકરાના ઢીંચણ ઉપર પેલી રોટી મૂકી દીધી. છેકરો હવે ભૂખને માર્યો બડાકા બોલાવતા રેટી ખાવા મંડ્યા. પેલાને એ અવાજ સાંભળી આનંદ થયો, પણ તે ગણગણત બોલ્યો, “માળા આમ અકરાંતિયાની પેઠે જલદી જલદી શું કરવા ખાય છે? આવું તો ભૂખ્યા ભામટા જ ખાય. તેં કઈ ઉમરાવ લેકીને ખાતા જોયા છે? મેં કેટલાય ડકેને ખાતા જોયા છે. તેઓ રણતા નથી. એ જ ખાનદાન રીત કહેવાય. જોકે તેઓ પીએ છે ખરા? પણ, તું તે ઠાંસવા માંડ ડુક્કર, હજુ ઠાંસ!” પેલા છોકરે તેના કેટલાક શબ્દો સાંભળી બીવા લાગે. પણ તેણે ખાવાનું જારી રાખ્યું. રાજા જેસને પિતાને ખાતા જોયા છે. નામદાર એકે ચીજને અડ્યા જ નહતા. ત્યારે આ ભિખારડો તે જાણે ચરે જ