________________ 290 લાફિંગ મેના જહાજ આગળ વધે જતું હતું. રાત વધુ અંધારી થતી ગઈ. ડાક મોટા તારા દેખાતા હતા, તે પણ બંધ થયા. નદીને બે કનારા તે દૂર દૂર જાણે અલેપ થઈ ગયા. જહાજ દરિયા નજીક પહોંચવા લાગ્યું હતું. અચાનક ડિયા 4િનપ્લેઈનના આલિંગનથી મુક્ત થઈને ઊભી થઈ. તેણે પિતાના બંને હાથ હૃદય ઉપર દાબી દીધા, જાણે કંઈ ખસી જતું હોય તેને રોકવા. - “આ મને શું થાય છે ? આનંદથી મારે શ્વાસ રૂંધાય છેકે શું ? નહિ, કાંઈ નથી. પણ શ્વિનપ્લેઈન, તમે આવીને મને એકદમ એવી ચોંકાવી દીધી ને ! આનંદથી સ્પે. તમે નહોતા આવ્યા ત્યાં સુધી હું જાણે મરવાની તૈયારીમાં જ હતી. પણ તમે આવીને પાછું મને જીવતદાન દીધું. મારા અંતરમાંથી જાણે કશુંક નીકળી ગયું - કદાચ દુઃખ શોકને અંધકાર જ. તમે મને જે નવું જીવન બક્યું છે, તે કેવું અનુપમ છે ? એ એટલું બધું સ્વર્ગીય છે કે જે મારા આ શરીરથી સહન થતું નથી. જાણે મારો અંતરાત્મા બહુ મોટો થઈ ગયું છે, અને મારું આ શરીર તેને સમાવી શકતું નથી. જાણે મારા અંતરમાં કશુંક પાંખ ફફડાવે છે. મને બધું વિચિત્ર લાગે છે, પણ હું બહુ આનંદમાં છું. વિનલેઈન, તમે મને નવું જીવન બક્યું છે.” અચાનક તે લાલ લાલ થઈ ગઈ, પછી ફીકી પડી ગઈ, પછી પાછી લાલ લાલ થઈ ગઈ અને નીચે તૂટી પડી. “અરે રે, તે એને મારી નાખી,” ઉર્સસ બેલ્યો. વિનપ્લેઈને હાથ લાંબા કરી તરત ડિયાને સમેટી લીધી, પણ તે ડિયાની સ્થિતિ જોઈ કંપી ઊઠયા. તે ચીસ પાડી ઊઠયો - “ડિયા, ડિયા ! તને થાય છે ?"