________________ હું આવું છું, ડિયા! 289 ડિયા તો આખે શરીરે ધ્રુજતી હતી. તેણે ગ્વિનપ્લેઈનના આખા ચહેરા ઉપર હળવેથી હાથ ફેરવ્યો અને ધીમેથી કહ્યું, “ઈશ્વર આવા હાય દરમ્યાન ઉર્સસ હસતે હસતે, આંસુભર્યો મુખે તેમના તરફ જે જેતે એક બાજુ ગણગણવા લાગે –“મને કંઈ સમજાતું નથી. મેં તેને કબરમાં લઈ જવાતો જે હતો. પણ હું પ્રેમમાં પડેલાં જણ જેવો મૂરખ બની રહ્યો છું અને તે બંનેના પ્રેમમાં જ છું ને ! છોકરાંઓ, હું તમને આશિષ આપું છું !" ગ્વિનપ્લેઈન હવે બોલવા લાગે– “ડિયા, તું પણ સુંદર છે. મારું મન છેલ્લા કેટલાક દિવસથી બહાર ભટકવા લાગ્યું હતું. પણ આ દુનિયામાં તારા સિવાય બીજું કોઈ મારું નથી. હું ફરીથી તેને જોવા પામે છું, છતાં હજુ મને જાણે એ સુખની પ્રતીતિ પડતી નથી. પણ તું આ જહાજ ઉપર ક્યાંથી ? શું થયું એ બધું મને કહે જોઉં તમારી બધાની આ વલે કરવામાં આવી ? ગ્રીન-બેકસ ક્યાં ગઈ ? તમને લૂંટી લઈને તેઓએ ભગાડી દીધાં, ખરું ? હું જરૂર એનું વેર લઈશ. તમારા બંનેનું વેર લઈશ. ડિયા, તેઓએ મને જવાબ આપવો. પડશે. હું ઈગ્લેંડને ઉમરાવ છું !" ઉર્સસ આ વાક્યથી એકદમ ચોંક્યા. તે શ્વિનપ્લેઈન તરફ ધારી ધારીને જોવા લાગ્યો. તે બોલ્યો, “એ મરી નથી ગયે, એટલું તે નક્કી; પણ તે ગાંડો થઈ ગયો છે કે શું ?" વુિનલેઈને આગળ ચલાવ્યું– “ડિયા, જરા પણ ફિકર ન કરીશ, હું મારી ફરિયાદ છેક ઉમરાવ-સભા સમક્ષ લઈ જઈશ.” * ઉસસે ફરી તેના તરફ જોયું અને પિતાની આંગળીનું ટેરવું કપાળે પછાયું.