SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ હાફિંગ મેન " કારણ કે તે હમણાં ખાલી પડી છે.” પણ એ નોકરીમાં કામ શું કરવાનું ? એને ઉપયોગ શે ?" " જુઓ મેડમ, ૧૫૯૮માં કિનારે આવેલી એક ડામરપડેલી શીશી કઈ માછીમારના હાથમાં આવી. તે શીશી રાણી એલિઝાબેથ પાસે લાવવામાં આવી. તે શીશીમાંથી જે કાગળ નીકળે હતો, તેમાં એવી મતલબની માહિતી લખેલી હતી કે હેલેંડે બોલ્યાચાલ્યા વિના નવા એંગ્લા નામને એક અજાણ્યો મુલક ૧૫૯૬માં કબજે કર્યો હતો; તે મુલકમાં રીંછે માણસને ખાઈ જતાં હતાં, તે પ્રદેશમાં શિયાળો શી રીતે પસાર કરવો તેની માહિતી તે ટાપુ ઉપર બાંધેલા લાકડાના એક મકાનના ધુમાડિયામાં લટકાવેલી કોથળીમાં લખીને મૂકી રાખવામાં આવી હતી. જેટલા ડચ તેને કિનારે ઊતર્યા હતા, તેટલા બધા મરી ગયા હતા. રાણી એલિઝાબેથ તરત આ માહિતીનું મહત્ત્વ સમજી ગયાં. હોલંડને એક મુલક વધુ મળે એનો અર્થ એ કે, ઈંગ્લેંડને એક ઓછો થાય ! આવી અગત્યની માહિતી એ શીશીમાંથી મળ્યાથી, તે દિવસથી રાણીજીએ હુકમ કાઢવ્યો કે, દરિયાકિનારે તણાઈ આવતી આવી બધી શીશીઓ જેના હાથમાં આવે, તેણે ઍડમિરલને જ પહોંચાડવી; નહિ તો પ્રાણદંડની સજા. એડમિરલ તેથી એક અફસર નીમી રાખે છે, જે આવી શીશીઓ ઉઘાડી તેની માહિતી મેળવવાનું અને મેગ્ય સ્થળે પહોંચાડવાનું કામ કરે છે.” તે શું ઘણું શીશીઓ કિનારે તણાઈને આવ્યા કરે છે ?" બહુ ડી; પરંતુ તેથી કંઈ વિશેષ તફાવત પડતો નથી. એ નોકરી ચાલુ છે જ, અને ઍડમિરલ્ટીના મકાનમાં એ અફસરને રહેવાની ખાસ જગા આપવામાં આવે છે.” “અને કશું કામ ન કરવા માટેની આ જગા માટે પગાર શું આપવામાં આપવામાં આવે છે ?" “વષે સે ગીની.”
SR No.006008
Book TitleLaughing Men
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
Publisher
Publication Year
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy