________________ બિકિલો “અને તું એટલા ટુકડા માટે મને ત૮ી આપવા માગે છે?” એ ટુકડો મારા જેવાના પેટ માટે પૂરત છે મેડમ. આપ નામદારને માટે તો તે એક મિનિટ માટેનુંય ખર્ચ ન ગણાય; પણ તેના વડે મારા જેવા એક વરસ મજામાં કાઢી નાખે.” આ છેલ્લું વાક્ય જેસિયાનાને ખાસ ગમી ગયું. તેણે કહ્યું, “ઠીક ઠીક, તને એ નોકરી મળશે.” અને એક અઠવાડિયા બાદ જેસિયાનાની મરજી, અને લેડ ડેવિડ ડિરી-મોઈની લાગવગથી બાકિંલફેડ્રો તે જગા ઉપર નિમાઈ ગયો. એક વસ્તુ હંમેશાં બનતી ઉતાવળે કરી લેવી અને તે ઉપકાર કરનાર ઉપર સામે અપકાર કરવાની. બાકિંલકે ડ્રોએ એ બાબતમાં જરાય ઢીલ ન કરી. - જેસિયાના તરફથી આટલા બધા ઉપકાર પિતા ઉપર થયા, તેના બદલામાં, સ્વાભાવિક રીતે જ તેના ઉપર વેર લેવાને વિચાર તેના મનમાં જોરથી ઘુમાવા લાગ્યો. - જેસિયાના સુંદર, ઊંચી, જુવાન, તવંગર, સત્તાધીશ અને પ્રતિષ્ઠિત હતી; ત્યારે બાકિંલફે કદરૂપ, ટૂંકે, ઘરડે, ગરીબ, આશ્રિત અને અજ્ઞાત હતો. એ બધા માટે પણ તેણે વેર લેવું જ રહ્યું. બાકિંલફેની ફાંદ બહુ મોટી હતી. અને મોટી ફાંદ સામાન્ય રીતે ભલમનસાઈની નિશાની ગણાય છે. બાકિલફેડ્રોએ પોતાની તરફેણની એ વસ્તુને ઓઠા તરીકે વાપરવા માંડી. નવી નોકરી ને કારણે બાકિંલફેડ્રોને પોતાના હોદ્દાની રૂએ રાણું પાસે જવાનું દ્વાર ખુલ્લું થયું. તેને એટલું જ જોઈતું હતું. પોતાની ઉન્નતિ માટે ? ના.