________________ બાલિકે " જુઓ નામદાર, હું કશીક નોકરી માટે તો લાયક છું, એવું આપે કેવું શોધી કાઢયું ?' " જા, જા, તું તો ગમ્મત કરે છે; એવી નોકરી ખરેખર હોય ખરી ?" મેડમ, દરિયામાંથી ત્રણ પ્રકારની ચીજો મળી આવે છે: તળિયે પહોંચેલી, ઉપર તરતી, અને જેને દરિયો પિતે ધકેલી લાવી કિનારે ફેંકી દે છે તેવી. અનુક્રમે “લિગન', “ફલોસમ”, અને " જેમ.” પછી આગળ ?" " એ ત્રણે વસ્તુઓ લેડ હાઈ એડમિરલના તાબાની ગણાય.” " પછી ? " - " આમ, દરિયે ઇંગ્લેંડને હંમેશ ખંડણ ભરતો રહેતો હેઈ, એને માટે એક જુદું ખાતું ચલાવવું પડે છે. અર્થાત્ એ માટે નોકરીની જગા ઊભી કરવી પડે છે. એ ખાતાના જે ત્રણ ભાગ છે, - લિગન, ફલોસમ અને જેટસમ, તે દરેકને એક એક જુદો અફસર નિમાય છે.” પછી શું ?" * કઈ વહાણ દરિયે મુશ્કેલીમાં આવી પડે અને ડૂબવા લાગે. ત્યારે તે ક્યા અક્ષાંશ-રેખાંશે ડૂબે છે, કયા કારણે ડૂબે છે, જહાજ ઉપર શે શે સામાન છે, અને કયા કયા મુસાફરો છે, વગેરે માહિતી કિનારે મોકલવા બધું લખીને કપ્તાન એક શીશીમાં બીડી દે છે; અને પછી તે શીશીને દરિયામાં તરતી મૂકે છે. જે તે શીશી દરિયાને તળિયે પહોંચે, તે તે લિગન-અફસરના તાબાની બની જાય; જે તે તરતી રહે; તો તે ફલોસમ અફસરના તાબાની ગણાય; પણ જે તે મોજાં ઉપર ઘોડેસવારી કરી કિનારે આવી પહોંચે, તો તે જેમ અફસરના તાબાની ગણાય. હું જેમ અફસર બનવા ચાહુ છું.” " પણ બીજી બે પડતી મૂકી આ ત્રીજી નકરી તું શા કારણે પસંદ કરે છે ?"