________________ 2 લાફિંગ મેન બારણું ધમધમાવવા જ માંડ્યું. છતાંય જવાબ ન મળે એટલે તેણે નામ દઈને બૂમો પાડવા માંડી. થાકીને તે હવે આંગણાના દરવાજા તરફ ગયા અને સીધી ઉસ અને હોમો નામ દઈને બૂમો પાડવા મંડ્યો. પણ આસપાસ બહાર પણ સર્કસવાળાનો કે કોઈને પડાવ ન હતો. બધું જાણે ખાલી થઈ ગયું હતું. તેને અચાનક ફાળ પડી. બધા જ એકદમ કયાં અલોપ થઈ ગયા? પણ પછી તો તે બધાની ચિંતા છોડી, તેણે દરવાજે ધણધણાવતાં વારંવાર નિકાલસ, ફિબિ, વિનસ, ઉર્સસ અને હોમોનાં નામ પિકારવા માંડ્યાં. પણ કશો જ જવાબ કક્યાંયથી ન મળે. - હવે તે અંદર પેસીને નજરે બધું જોવાનું જ બાકી રહ્યું. તેણે વીશીની બારીની કાચની એક તખતી તેડી અને અંદર હાથ નાખી સ્ટોપર ઉઘાડી. તેના હાથમાં ભાંગેલા કાચની તીખી ધાર પેઠી અને લેહી નીકળ્યું; પણ તેની પરવા કર્યા વિના તે અંદર પેઠે. અંદર બધું સૂમસામ હતું. પછી તો ગભરાઈને તેણે આંગણ તરફનું બારણું ઉઘાડ્યું. પરંતુ ગ્રીન-બોકસ પણ ત્યાં ન હતી ! તે હવે વીશીની બહાર નીકળી, આખા ટારિ—-ફીલ્ડ ઉપર કઈ કશા સગડ આપનારને શોધી વળે. પણ બારે માસ ભરાયેલું રહેતું આખું ફિલ્ડ આજે નિર્જન હતું; ક્યાંય કોઈ ન હતું એટલું જ નહિ, પણ કોઈના પડાવ જેવું ક્યાંય કશું રહ્યું ન હતું. હવે તે ગાભરે બની શેરીઓ તરફ વળે. ઈસ્ટ-પોઈન્ટ તરફની શેરીમાં દાખલ થઈ તે થેમ્સ નદી પાસે આવી પહોંચ્યો.