________________ શ્વિનાઈન અને ડિયા ૧ર૧ ગમે તેવો ના હોય પણ સામા માણસના અંતરની અનંતતામાં બિરાજવાનું મળે, પછી તેને કશી વાતની ઊણપ લાગતી નથી - રહેતી નથી. નરકમાંથી તેઓએ સ્વર્ગ સજવું હતું : કેવળ પ્રેમની તાકાતથી. અને આ પ્રેમ માત્ર નિર્મળતાને - સ્વર્ગીયતાને બનેલો હતો. ડિયાને ચુંબન શું તેની પણ ખબર ન હતી. અને વિનપ્લેઈન ડિયા તરફથી મળતા ભક્તિભાવથી એવો પ્રભાવિત થઈ ગયો હતો કે, તેને ડિયા તરફથી જે મળે એટલું જ બસ થઈ પડતું. બંને જણ અશરીરી દેવદૂતોની જેમ જ પ્રેમ કરતાં હતાં. બંને નાનપણથી ભેગાં જ ઊછર્યા હતાં. મોટી ઉંમરનાં થયાં ત્યાં સુધી તેઓ એક જ પથારીમાં ભેગાં જ સૂઈ ગયાં હતાં. તે બંને પેટી ઉપર સૂઈ જતાં અને ઉસ નીચે પાટિયાં ઉપર. પણ પછી એક દિવસ અચાનક શ્વિનપ્લેઈનને લાગ્યું કે, પિતે મોટો થઈ ગયો છે; એટલે તેણે ઉર્સસને કહ્યું, “હવેથી હું પણ નીચે પાટિયાં ઉપર જ સૂઈશ.” ડિયા ઘેડું રડી, તથા વિનપ્લેઈન પિતાની સાથે સૂવા આવે એમ બૂમ પાડવા લાગી. પણ પછી તે વિનપ્લેઈન ગરમ મસમમાં ઉસની સાથે ઝૂંપડીની બહાર પણ સૂવા લાગ્યો. ઉર્સસ વિચારતો, “મારે આ બંનેને હવે સજા કરવી પડશે –તેઓ બંને બહુ મોટાં થઈ ગયાં છે; માટે મારે તેમને પરણાવી દેવાં પડશે.” ઉસસ તે બંનેને પિતા તેમ જ માતા બંને બની રહ્યો હતો. તે ઘૂરકતો ખરા, પણ તેમને ઉછેર્યો જતો હતો; તે વઢતો ખરે, પણ તેમને ખવરાત્રે જતો હતો. ઝૂંપડીને ભાર વધી જવાથી તેને વારંવાર તેમની સાથે નૈસરે જોડાવું પડતું.