________________ ગ્વિનરલેઈન અને ડિયા ઉર્સસ ગણગણતોઃ “કુછ પરવા નહિ; હું એ બેને પરણાવી જ દઈશ.” બંને જણને ભૂતકાળ હતો જ નાહ; તેમને ભૂતકાળ એકબીજાને પ્રાપ્ત કર્યાના સમયથી જ શરૂ થતો હતો. વુિનલેઈનને તે પટેલૅન્ડને કિનારે છેડીને લોકો ચાલ્યા ગયા તે પહેલાંની કશી વાત ખાસ યાદ ન હતી. ડિયાને તો ભૂતકાળ લગભગ વિસ્મૃતા જ હતો. પિતાની મા તેને ઠંડા પદાર્થ તરીકે જ યાદ આવતી. તેણે સૂર્યને જોયો હતો ? કદાચ. તે કેવો હતો ? કદાચ ગરમ અને પ્રકાશિત એવું કંઈકે. પણ હવે તો તેને વિનપ્લેઈન જ સૂર્ય જેવો લાગતો હતો. ડિયા વ્રિનપ્લેઈનને કહેતી, “પ્રકાશ ? હા, તું જ્યારે બેલે છે ત્યારે જે થાય છે તે.” એક વખત ડિયાને સુકોમળ સુંદર હાથ મસલિનની બાંયમાંથી બહાર જઈ વિનપ્લેઈન પિતાની જાત ઉપર કાબૂ ન રાખી શક્યો. તેણે પિતાના કદરૂપા મોંથી તે હાથ ઉપર ચુંબન કર્યું. ડિયાને ખૂબ આનંદ થયો. તેના મોં ઉપર ગુલાબી છવાઈ રહી. પણ શ્વિનપ્લેઈન એકદમ ડરીને પાછો ખસી ગયો. ડિયાએ પોતાની બાંય જરા વધુ ઊંચી કરીને પોતાનો ખુલે હાથ તેના તરફ લાંબો કર્યો અને કહ્યું, હજુ વધારે.” પણ વુિનલેઈને ત્યાંથી નાસી જ ગયે. પણ બીજે દિવસે એ રમત ફરીથી શરૂ થવાની હતી. કઈ કઈ વાર શ્વિનપ્લેઈનને બહુ પસ્તાવો થતો. તે વિચારતા, હું ડિયાને પ્રેમ મેળવવા પ્રયત્ન કરી રહ્યો છું, પણ એ તેને બિચા-- રીને છેતરવા બરાબર છે. જે તેને અચાનક દષ્ટિ પ્રાપ્ત થઈ જાય,