________________ લાફિંગ મેન તે મારું મોં જોઈને બીજી સ્ત્રીઓની જેમ તે કેવી મને તુચ્છકારે ? ચીસ પાડીને કેવી દૂર ભાગી જાય ? તેણે એક વાર ડિયાને કહ્યું, “તું જાણે છે કે, હું બહુ કદરૂપે છું?” “તું કેવો સુંદર છે, તે હું બરાબર જાણું છું.” “પણ જ્યારે કે હસે છે, ત્યારે તેઓ મારું કદરૂપાપણું જોઈને હસે છે, ભોળી " “હું તને ચાહું છું.” ડિયા મૂંઝાઈને એટલે જ જવાબ આપતી. “મને મૃત્યુ ઉપાડી જતું હતું, તે વખતે તું મને બચાવી લાવ્યા. તું જ્યારે મારી પાસે હોય છે ત્યારે સ્વર્ગ જ મારી પાસે હોય છે. મને ઝટપટ તારે હાથ આપી દે, જેથી હું પરમાત્માને સ્પર્શ કરી શકું !" બંને જણ, પછી એકબીજાને હાથ પકડી ગુપચુપ બેસી જતાં. ઉર્સસ શ્વિનપ્લેઈનની આ વાતથી અકળાતે. ડિયા સાથે પ્રેમમાં હોવું અને છતાં ડિયાને કહેવું કે, હું કદરૂપો છું' એ તે કેવી વાત? ડિયા જો બીજી કોઈ સ્ત્રી જેવી હોત, તે તે આંધળી હોવા છતાં, આ કદરૂપાને ધુત્કારી કાઢત. કારણ કે, આંધળી પણ પિતાના પ્રેમ પાત્રને અમુક પ્રકારે સુંદર કલ્પ છે જ. તેની એ કલ્પનાને હાથે કરીને તેડી નાખવી, એ કેવી મૂર્ખાઈ ? પરંતુ ડિયા જુદી માટીની હતી. તેનું શરીર નાજુક હતું, પણ તેનું હૃદય નાજુક ન હતું. તે વિચારતી, “કદરૂપું એટલે? જે ખરાબ કામ કરે છે. શ્વિનપ્લેઈન સારાં જ કામ કરે છે, માટે તે સુંદર છે.” કઈ કઈ વખત તે વધુ ઊંડી ચર્ચામાં ઊતરતી. તે પૂછતીઃ જેવું ? તમે બધા જેવું” શાને કહે છે ? હું જેતી નથી, એમ તમે બધા કહે છે. પણ હું જાણું તે છું. એટલે જેવું”ને અર્થ જરૂર છુપાવવું” થતો હશે.”