SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ ધાર જે કાયદાઓ પાર્લામેન્ટમાં પસાર કર્યા હતા, તેને ઉલેખ આપણે અગાઉ કરી ગયા છીએ. પરિણામે એ લેકમાં ભાગદોડ મચી ગઈ હતી. કેપેશિક લોકોને મેટો ભાગ પેન તરફ ચાલ્યો જવા લાગ્યો હતો. આ કાયદે બાળકને કેપેશિક લોકોના હાથમાંથી બચાવવા માટે પસાર કરવામાં આવ્યો હતો. પણ તેનું પરિણામ એકદમ તો વિપરીત જે આવ્યું. કારણ કે, બાળક સાથે હોય તો કોંગ્રેશિકે તરત ઓળખાઈ જાય; એટલે બાળકને પાછળ પડતાં મૂકીને જ તેમણે ભાગવા માંડયું ! ઉપરાંત, ભીખ માગતાં બીજાં ટેળાં પણ છોકરાંવાળાં હોય, તે કોટેશિક ગણુઈ પકડાઈ ન જવાય તે માટે પોતાનાં સગાં છોકરાંને રસ્તા ઉપર જ રખડતાં મૂકી દેવા લાગ્યાં! મા કે બાપ પણ આ બાળક વતાનું છે અને ઉપાડી આણેલું નથી, એમ કાયદાધીશો આગળ સાબિત શી રીતે કરે ? અહીં જ એટલું ઉમેરી લઈએ કે, પછીથી ઈંગ્લેંડની પેઠે યુરોપમાં પણ કોંગ્રેશિક લેકેને શિકાર શરૂ થયો. ચારે તરફ એ લોકેને પકડવા અને હણવા દોડાદોડ મચી રહી. આવાં પગલાંની શરૂઆત કરવી જ મુશ્કેલ હોય છે. પણ પછી તે, એ કામ વધુ ઝડપથી અને સફળતાથી પાર પાડવા માટે દેશ વચ્ચે જાણે હરીફાઈ જ મંડાઈ રહે છે. યુરોપના બધા કિનારાઓએ બાળક સાથે કઈ ટોળીઓ ઊતરે તે સામે ચોકીઓ ખડી થઈ ગઈ. સાંજના સાત વાગ્યા હશે. પવન થોડોક શાંત પડવા લાગ્યોઃ અર્થાત થેડી જ વારમાં તોફાન ફાટી નીકળવાની કારમી આગાહી ! પેલું બાળક હજુ આસપાસ નજર કરતું આગળ વધ્યા કરતું હતું. અચાનક તે થવ્યુંઃ દૂર કંઈક હાલતું હોય અને અવાજ કરતું હેય તેવું તેને લાગ્યું. ધૂમસમાં એક દૂરની ટેકરી ઉપર એક ઝાડ જેવું દેખાતું હતું; ઉપરાંત, તે તરફથી જ કંઈક અવાજ આવ્યો હોય
SR No.006008
Book TitleLaughing Men
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
Publisher
Publication Year
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy