________________ હાફિંગ મેન પણ અહીં હવે ઓતરાતા પવને તેના ઉપર પોતાનું જોર દાખવવા માંડયું. તેણે ખલાસીનું જાકીટ પોતાના શરીર ઉપર ખેંચીને ભિડાવ્યું. બાળક એ સપાટી આગળ આવી જરા છે . ઠરી ગયેલી જમીન ઉપર ખુલા પગ ટેકવી તે આસપાસ નજર કરવા લાગ્યો. તેની પાછળ સમુદ્ર હોતે, સામે જમીન હતી અને ઉપર આકાશ. દૂર ક્ષિતિજમાં ધૂમસ ઢગલાબંધ ખડકાયું હતું. ક્યાંય રસ્તા જેવું કશું દેખાતું ન હતું. કોઈ ભરવાડની ઝુંપડીની આગને પ્રકાશ પણ ક્યાંય દેખાતો નહોતો. માત્ર ખડકાળ જમીન ઊંચીનીચી થતી અંત વિના પથરાયેલી હતી. તેથી આગળ મેદાને હશે તે પણ તે ધૂમસની ઓથે મેં સંતાડી ગયાં હતાં;રખેને આ બાળક તેમના તરફ આશરો શોધતું આવે! તેણે પાછો વળી સમુદ્ર તરફ નજર કરી H પિલું દૂકર દૂર એક કાળા ત્રિકેણ જેવું. સરકતું દેખાતું હતું. અમુક દૂર ગયા પછી દૂકર ઉપર આગળના ભાગમાં પ્રકાશ માટે સળગાવેલી આગ અહીંથી ઝાંખા પીળા તારા જેવી દેખાતી હતી. પણ વાતાવરણમાં તોફાન ફાટી નીકળવાની ઘડીઓ ગણાતી હતી. આ છોકરાને તે તેનું કશું ભાન નહોતું, પણ અનુભવી ખલાસીઓ તે જાણીને ધ્રુજી ઊઠે. પવન અગાઉથી આવીને તેફાન માટે અફાટ સમુદ્રને નાચવા માટેને રંગમંડપ તૈયાર કરવા લાગી ગયો હતો. એ નિશાની પારખનારા ખલાસીઓ ચિંતાતુર થઈ ઠેરઠેર પિતાનાં જહાજોને જમીન તરફ ઝડપભેર વાળવા લાગ્યા હતા. જોકે, પેલું દૂકર તે દરિયા તરફ જ આગળ વધતું હતું. આ બાળકને પાછળ મૂકી ચાલ્યા જનારા લેકે કોણ હતા? તેઓ કાંપેશિકે કે હતા? રાજા વિલિયમત્રીજાએ આ લેકે સમે