SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ લાફિંગ મૅન બહાર નીકળી જાય છે. સેક્રેટીસને પણ આ ટેવ હતી; અને લ્યુથરને પણ. તે પોતાની જાતને જ પ્રશ્નો પૂછતો અને જવાબ આપતા. પિતાને ધન્યવાદ પણ પિતે જ આપતો અને પિતાનું અપમાન પણ પોતે જ કરતો. જોકે તેને તેની કોટડીમાં એકલો એકલો મોટેથી વાતો કરતો કે સવાલ-જવાબ કરતા સાંભળતા અને કહેતા કે, એ ગાંડે છે. - તે કદી હેલેંડમાં ગયે ન હતો; જે ગયે હોત તે તેની માઠી વલે થાત. તેઓ તેને તરત તળવાને પ્રયત્ન કરત. ત્યાં દરેક માણસ માટેનું સ્વાભાવિક વજન કાયદાથી નક્કી કરેલું હતું. તે વજન કરતાં ઉપરના કે નીચેના વજનથી તે માણસ મેલી વિદ્યાવાળો છે કે નહિ, તે ત્યાં નક્કી થતું. જે વધારે વજનવાળો નીકળે, તે તે માણસને ફાંસીએ લટકાવી દેતા; અને ઓછા વજનવાળો નીકળે, તે તેને જીવતો સળગાવી દેતા. અત્યારે પણ આઉડવોટર શહેરમાં મેલી વિદ્યાવાળાઓને તોલવાને જૂનો કાંટે છે; પણ હવે તેઓ તેને ઉપગ ચીઝ જોખવાના મહાજનના કાંટા તરીકે કરે છે. દુનિયા કેવી નીચે પડતી જાય છે! ઉર્સસ બહુ ગરીબ તથા બહુ ગમગીન પ્રકૃતિને હોવાથી શરૂઆતમાં જંગલોમાં ભટકવ્યા કરતો; ત્યાં જ તેને હોમોનું ઓળખાણ થયું હતું. અને ત્યાર બાદ તેણે આ રખડુ જિંદગી પસંદ કરી હતી. પિતાના બોલવાચાલવામાં તથા ધંધો ચલાવવામાં તે અમુક સમતેલપણું જાળવો, એટલે તે મેલી વિદ્યાવાળો ગણાતે બચી ગયે હતા. તે વખતે મેલી વિદ્યાવાળા ગણાવું એટલે જાન ઉપર આફત આવી જાણવી. તેથી ઔષધોપચાર ઉપરાંત બીજા કશા ચમત્કારો કરવા કે બતાવવાને તે પ્રયત્ન જ નહોતે કરતે. એટલે પોલીસવાળા તેની પજવણી કરતા બંધ થયા હતા. છે તેની કોટડીમાં એક લાંબી પેટી હતી, તે તેની પથારી હતી. પેટીમાં ધૂળધમાં કંઈક કપડાં જેવું પડી રહેતું. ઉપરાંત તેની પાસે
SR No.006008
Book TitleLaughing Men
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
Publisher
Publication Year
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy