________________ ઉસસ એક ફાનસ હતું, ડાં વાસણ ખીંટીઓએ ભરવેલાં હતાં, અને થોડાં વાજિંત્રો. રીંછનું એક ચામડું પણ તેની પાસે હતું, જ્યારે ખેલ બતાવવા હોય ત્યારે તે ઓઢી લેતો. તેને વાંસળી અને વાયોલિન વગાડતાં આવડતું હતું. કોટડીના ઉપરના ભાગમાં થઈને તેની અંગીઠીના ધુમાડિયાનું ભૂંગળું નીકળતું હતું. અંગીઠીને બે ખાનાં હતાં એક ઉપર તેની દવાઓના કાઢા તૈયાર થતા, અને બીજા ઉપર બટાકા બફાતા. રાતે હોમ એ કોટડી નીચે જ સાંકળે બંધાઈ નિરાંતે સૂઈ રહેતો. . ઉસસ બહુ ઊંચે ન હતો, પણ લાંબો હતો, અને વાંકે વળી ગયું હતું. એ વસ્તુ તેના ખિન્ન દેખાવમાં ઉમેરો કરતી હતી. તેને માટે હસવું જેમ મુશ્કેલ હતું, તેમ રડવું પણ શક્ય નહોતું. ન તેને શેક આંસુથી ધોવાઈ શકે કે ન આનંદથી તેનો ઉપાય થઈ શકે. ઘરડો માણસ વિચારોનું ખંડેર હોય છે. અહીં જ કહી દઈએ કે, ઉર્સસ બરાબર એ જાતનું ખંડેર હતો. જુવાનીમાં એક ઉમરાવને ત્યાં તે તત્ત્વજ્ઞાની તરીકે નોકરી બજાવતે હતો. આ વાત એકસો એંસી વર્ષ પહેલાંની છે એટલે કે લગભગ ૧૬૮૦ના અરસાની. તે વખતે માણસો આજ કરતાં વરુ જેવા વિશેષ હતા. પણ આપણે હવે વરુની વાત ઉપર જ આવીએ. હમ સામાન્ય પ્રકારને વરુ નહતો. તે પાંચ ફૂટ લાંબે હતે. અને તે બહુ શક્તિશાળી હતો. તેની નજર ત્રાંસી હતી; પણ તે તેને વાંક ન કહેવાય. તેની જીભ સુંવાળી હતી અને તેના વડે તે ઉર્સસને કેઈ કોઈ વાર ચાટતો. ઉર્સસને મેળાપ થયા પહેલાં અને ગાડું ખેંચવાને કામે જોડાતા પહેલાં તે એક રાતમાં સહેલાઈથી ચાલીસ ગાઉ જેટલો પંથ કાપી શકતો. ઉર્સ સે તેને એક ઝાડીમાં ચોખા પાણીના ઝરાને કિનારે માછલાં પકડતો હત; અને ત્યારથી