________________ 32 લાફિંગ મેન પણ હવે તો ધીમે ધીમે આ બાળક જ ભયજનક બનવા લાગ્યું. તે બેહોશ બનતું જતું હતું. ઠંડીની શિલા-જડતા તેનાં હાડકાંમાં પસવા લાગી હતી. હંમેશના દગાબાજ શિયાળાએ તેને પાછું રાત્રિના હાથમાં સોંપી દીધું - તેના ઉપર ઊંઘ ફરી વળી. ઊંઘના હાથમાં મૃત્યુની આંગળીઓ હોય છે. તે બાળક ઊંઘે ઘેરાઈ એ માંચડા હેઠળ જ ગબડી પડવાનું થયું હતું અને તેની એ ઊંધ આખરી ઊંધ જ હોત; કારણ કે, એ ઠંડીમાં એક વાર જડ બનેલું શરીર પછી ફરી સજીવન થાય જ નહિ. પરંતુ તે જ ઘડીએ પવન જોરથી ફૂંકાવા લાગતાં પેલું મડદું ઊછળી ઊછળીને જાણે એ બાળક ઉપર ધસવા લાગ્યું. અને મડદુ જ્યારે તમારા ઉપર ધસતું આવતું દેખાય, ત્યારે એ દેખાવ કોઈને પણ ચેકાવી મૂકે. તેમાં વળી સાંકળને ખડખડાટ ભેગો ભળતાં તે મડદુ ચીસ પાડતું હોય એમ જ લાગે. બાળક હવે એકદમ ઝબકી ઊઠયું અને એ મડદાના પંજામાંથી બચવા પીઠ ફેરવીને નાઠું. તે જ ઘડીએ કાગડાઓનું એક ટોળું એ માંચડા ઉપર અને એ શબ ઉપર ઊતરી આવ્યું. એ મડદુ વધુ જોરથી ઊછળી, એ કાગડાઓના ટોળા ઉપર પડવા લાગ્યું. કાગડાઓ અને મડદા વચ્ચે જાણે એક ધમસાણ જ મચી રહ્યું. મડદું જોર કરી કરીને ઊછળવા લાગ્યું - જાણે “મરણિયું ' બન્યું હોય તેમ! કાગડાઓ પણ જોરથી ફૂંકાતા પવનમાં બીજી વધુ રિથર જગા શોધતા ત્યાંથી નાઠા. પેલું બાળક જ્યારે તેના શ્વાસની ધમણ વધુ ઊછળવી અશકય બની ગઈ, ત્યારે જ થોળ્યું. તેને અત્યાર સુધી એમ જ લાગતું હતું કે, તેની પાછળ પેલા કાળા કાગડાનું ટોળું પડયું છે; અથવા તો પેલું મડદું જ સાંકળેથી છૂટી, કૂદકા મારતું તેને પકડવા પાછળ દોડી આવે છે.