________________ નેધારે હ . પેલાઓએ બાળકને કિનારા ઉપર એકલે પડતો મૂક્યું ત્રણ કલાક થવા આવ્યા હતા. અત્યાર સુધી તે કંઈક રસ્તો શોધવા કે જીવતા માણસની નિશાની શોધવા ચાલતો હતો; પણ છેવટના તે ભયનો માર્યો ભાગ્ય હતું. તેને શામાંથી નાસી છૂટવું હતું ? કદાચ બધામાંથી. જેને કશી આશા ન હોય, તેને કશાને છેડો ન દેખાય; બધું જ એકાકાર સળંગ થઈ ગયેલું લાગે. પણ બાળકની લાગણીઓને છેડો ઝટ આવી જાય છે. અમુક વખત ગયા પછી તેની ભયની લાગણી પણ પૂરી થઈ ગઈ. અને હવે તે દોડવાને બદલે, ચાલવાની ગતિએ આવી ગયો. પાએક ગાઉ તે દેડ્યો હશે અને તેટલું જ બીજું અંતર તે ચાલ્યો હશે. પણ હવે તેને ભૂખની આગ સતાવવા લાગી. પણ શું ખાવું અને ક્યાં ખાવું? તેણે પોતાનાં ખીસામાં હાથ નાખે. પણ તે ખાલી હતાં. હવે તેણે જલદી ચાલવા માંડ્યું. ક્યાં જવાનું છે, તે કયા વિના જ, તે કેઈક રહેઠાણ તરફ ચાલવા લાગ્યો. રહેઠાણ-આશરો, એ માણસના અંતરમાં રહેલી પરમાત્માના અસ્તિત્વની શ્રદ્ધાને ભાગ છે. આશરાની શ્રદ્ધા રાખવી, એટલે પરમાત્મામાં શ્રદ્ધા રાખવી. પરંતુ આ ભાગમાં કદી કોઈ કાળે કઈ માનવ નિવાસ થયે જ નહોતો. આ ભાગમાં પગની કેડી જેવું પણ કાંઈ ન હતું. કદાચ કાંઈક હશે, તો પણ તે બરફથી ભૂંસાઈ ગયું હતું. છેક હવે સગીભૂમિવાળા ભાગે આવી પહોંચ્યો હતો. તે ભાગ નીચાણમાં હોવાથી તે નીચે ઊતરવા લાગ્યા. આ ઉતરાણ પણ કઈ રસ્તા ઉપરથી તે હતું જ નહિ. આશરે આશરે તેને ઊતરવાનું હતું. સહેજ આડુંઅવળું પગલું મુકાયું કે મોત જ આવીને ઊભું રહે ! આ લાંબું ઉતરાણ તે શી રીતે ઊતર્યો ? દોરડા ઉપર ચાલનાર નટ કે વાંદરું પોતે પણ એની એ કુશળતા ઉપર વારી ગયાં હોત !