SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ લામિ એના છતાં એ ઉતરાણને છેડે કશા ખાસ મોટા અકસ્માત વિના તે આવી પહોંચ્યો. તે જ ઘડીએ દરિયા ઉપર શરૂ થયેલું બરફનું તોફાન જમીન ઉપર આવી પહોંચ્યું. દરિયા ઉપર બરફનું તોફાન એ દરિયાની ઘણું અગમ્ય વસ્તુઓમાંની એક છે. સૌ અણધાર્યા ઉલ્કાપાતોમાં એ કારમામાં કારમો છે. ધૂમસ અને તોફાન એ બેના મિશ્રણરૂપ એ બનાવની આજે પણ આપણે કશી સમજ ધરાવતા નથી. દરિયામાં તોફાની પવનની ગતિ એક સેકંડના ત્રણ ફૂટથી, માંડીને બાવીસ ફૂટ જેટલી બદલાતી હોય છે. પરિણામે દરિયાનાં માંનું કદ પણ શાંતિ વખતના ત્રણ ઇંચથી વધીને તોફાન વખતે છત્રીસ ફૂટ જેટલું થઈ જાય છે. અને ત્રીસ ફૂટ ઊંચું ભેજું પંદર ફુટ લાંબું હોય. - દરિયે એ માત્ર પાણીનો જથ્થ જ નથી. તેના ઉપર ચુંબકીય જેવી બીજી અનેક શક્તિઓ પણ કામ કરતી હોય છે. દરિયામાં જે કઈ માત્ર પાણીને મહાસાગર જ જુએ છે, તે કશું જ જેત નથી. કેવા કેવા વિદ્યુતપ્રવાહો દરિયાના સ્વરૂપની અગમ્યતામાં વધારો કરતા જ હોય છે ! - પેલા ભાગેડુઓ જે કૂકરમાં બેસીને ભાગી જતા હતા તે “મેટુટ્રિના”, સમુદ્રમાં રાતનું તથા તોફાનનું ભેગું જોખમ માથે ચડાવીને જ પોતાની મુસાફરી ખેડતું હતું. - શરૂઆતમાં દરિયે શાંત હોવાથી તેની ગતિ સારી હતી. જોકે કુલ દશ માણસો તથા તેમને બધો સરસામાન, એ તેના જેવા નાજુક બાંધાના જહાજ માટે જેવો તેવો બોજ ન કહી શકાય.
SR No.006008
Book TitleLaughing Men
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
Publisher
Publication Year
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy