________________ ધારો લોહી, માંસ, અને હાડકાંની મજ્જા સુધ્ધાં પશુ-પંખી-કીડા સૌએ ખલાસ કર્યા હતાં. પણ રાજસત્તા હજુ તેને કાયમ રાખવા માગતી હતી. તેથી દર વરસે તેના ઉપર તેના તાપડા ઉપર ડામર ચડાવી જવામાં આવતો હતે. અલબત્ત, એ તાપડું વચ્ચેથી ફાટી ગયેલું હતું અને તેની અંદરથી પગ વગેરે અવયવો બહાર પણ નીકળેલા હતા. ઇંગ્લેંડના આખા કિનારા ઉપર ઠેરઠેર દાણચોરેને તાકીદ આપવા, પાઠ શીખવવા, દાણચોરોનાં જ આવાં મડદાં લટકાવી રાખવામાં આવ્યાં હતાં. અને એક મડદાની જગાએ બીજા દાણચોરનું મડદું ન લાવવું પડે તે માટે, માનવતા ખાતર, ડામર ચોપડી એક મડદાને જ જાળવી રાખવામાં આવતું હતું ! પેલે છોકરો હવે ઉપર ચડી આ મડદા પાસે આવી પહોંચ્યો. તેને માણસની દૃ– સોબત જોઈતી હતી. પણ તેને માણસને આ ભયંકર અવરોષ સામો મળ્યો. એ બાળકને એ લટકતું મડદું જોઈ શી લાગણી થઈ આવી હશે? શા વિચાર આવ્યા હશે ? નાના બાળકના અંદર ધૂધવાતા વિચારો મગજના કાટલાને ઉઘાડવા કેવી રીતે ટિચાતા હશે ? કદાચ ઈંડામાંનું પંખી પોતાના કાટલાને જે રીતે ટીચતું હશે, એ રીતે જ! અર્થાત એ બધું થોડી વારમાં ઘેનના આવરણમાં જ શાંત થઈ જતું હશે. જેમ નાનકડી વાટ ઉપર વધારે પડતું તેલ રેડીએ, તો ત વધુ પ્રગટવાને બદલે ઓલવાઈ જાય તેમ. છોકરો એ મડદા સામે વિચિત્ર કુતૂહલથી જોઈ રહ્યો. તે મડદુ પણ તેની સામે જાણે તાકી તાકીને જોઈ રહ્યું હતું! આંખે વિનાનું હાડપિંજર તમારી સામે જોઈ રહ્યું હોય, તો તેની આંખો જ નહિ પણ તેનું આખું માં તમને જોઈ રહ્યું હોય એવું લાગે. આખા માંની એ સ્થિર દષ્ટિ ભયજનક હોય છે. કારણ કે, એ ડોળા વિનાની દષ્ટિ હોય છે –કેવળ શૂન્યની દૃષ્ટિ !