________________ * આ વાર્તા વાંચીને નાનું મોટું કોઈ પણ પ્રભાવિત થયા વિના ન રહે. કેટલાક ગ્રંથને માનવજાતના અમૂલ્ય વારસારૂપ ગણવા જોઈએ. આ નવલકથા પણ તે કટિની છે. આવી વાર્તાઓ વાંચ્યા પછી એમ લાગ્યા વિના રહેતું નથી કે, એવા મહાન લેખકનાં તે જેટલાં પુસ્તકે ગુજરાતીમાં ઉતાર્યા હોય તેટલાં ઓછાં. છે. આવાં પુસ્તકે ગુજરાતીમાં ઉતારવા જતાં ભાષાની શક્તિ પણ આપોઆપ ખીલે છે તથા વધારામાં વાચકેનું મન પણ વિશિષ્ટ રીતે પુષ્ટ થાય છે - સંસ્કારી થાય છે. નવજીવન ટ્રસ્ટ, ધરતી મુદ્રણાલય, અને ડાયમંડ પ્રેસના કર્મચારીઓ તથા આ પ્રવૃત્તિ સાથે સંકળાયેલા અન્ય કલાકારો અને મિત્રાના સાથ અને સહકાર વિના આ નવલકથા આવા સુઘડ સ્વરૂપે બહાર ન પાડી શકાત. આ મજેદાર અને સુંદર સંક્ષેપ સફળ રીતે ગુજરાતીમાં ઉતારીને શ્રી. ગોપાળદાસ પટેલે ગુજરાતી વાચકની સેવા બજાવી છે. તે માટે અમારી સાથે સુજ્ઞ વાચકવર્ગ પણ તેમને આભાર માનશે. તથા શ્રી. વજુભાઈ શાહે એની રજૂઆત રૂપે, અનેક વિવિધ રોકાણે છતાં, “આવકાર'ના બે બેલ લખી આપવાની અમારી વિનંતી સ્વીકારી, એ બદલ એમના પણ અમે આભારી છીએ. આશા છે કે, ગુજરાતી વાચકોને આ સચિત્ર નવલકથા જરૂર હૃદયંગમ થશે. કમુબહેન પુત્ર છે. પટેલ