SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ લાફિંગ મેં “લૉર્ડ લેકે જ ખરા રાજવંશીઓ છે. અરે ઇંગ્લેંડને રાજા પણ લડે જ છે- માત્ર બધા ઉમરાવોમાં પ્રથમ. પહેલાંના વખતમાં રાજાએ પોતાને લોર્ડ જ કહેવરાવતા. લોર્ડ લેકે રાજાના સમોવડિયા છે આમ-કેને તે “હા” કહેવાને - કબૂલ રાખવાને જ હક છે. પણ જોઈ લેકે તો “ના” પણ કહી શકે. ઉમરાવો રાજાનું ડોકું પણ કાપી નાખી શકે. આમ-લે કે કદી નહિ. આમ-લોકેએ રાજા ચાર્લ્સ-પહેલાનું ડોકું કાપ્યું, તે રાજા ઉપર હુમલો નહતો, પણ ઉમરાવોના અધિકાર ઉપર હુમલો હતા. તેથી તેઓએ કૅમલના હાડપિંજરને કાઢીને ફાંસીએ ચડાવ્યું હતું. લૉર્ડ લેકે પાસે સર્વ સત્તા છે. શાથી ? કારણ કે, તેઓ પાસે ધનસંપત્તિ છે. હું માર્મડચક નામના ઉમેદવારને ઘર-વૈદ્ય હતા; તે લેર્ડને વરસે નવ લાખ ફાંકની આવક હતી. તને, બબૂચક, એની કલ્પના આવે છે ? અલ લિન્ડસેના જંગલમાંથી છ છોકરાંના એક બાપે સસલું પકડયું હશે; તેમણે એને તરત ફાંસીએ ચડાવી દીધે હતા. ઉમરાવપણું એનું નામ ! ઉમરાવનું સસલું ઈશ્વરના માણસ કરતાં વધુ છે. ઉમરાવો છે ; અને આપણે તેમને નથી કહીએ તેથી તેમનું શું બગડે છે ? એ ઉમરાવોના વજનથી કંગાલ ટોળાં છુંદાઈ જતાં હોય અને તેઓ ચીસે પાડે તેથી શું ? તે તે હાથીના પગના વજન સામે ઇયળ પણ બૂમો પાડી શકે. એક દિવસ એક હિપોપોટેમસને મેં રાફડા ઉપર પગ મૂકીને જતો જોયો હતો. કેટલાંય જતુઓ તેના પગ નીચે છુંદાઈ ગયાં, પણ તેથી શું ? માનવજાત પણુ છુંદાઈ જતાં જતુઓ છે. છુંદાઈ જવું એ જ તેમના જીવનને કાયદે છે, વળી. જગતમાં ઘડાગાડીઓ નામની ચીજ છે જ; લોર્ડ લેકે ઘોડાગાડીમાં જ બેસવાના; અને માણસો એ ગાડીનાં પૈડાં નીચે છૂંદાવાના જ. ડાહ્યા માણસ એ પિડાંથી દૂર ખસી જાય, એ જ તેનું ડહાપણ કહેવાય.
SR No.006008
Book TitleLaughing Men
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
Publisher
Publication Year
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy