________________ 139 સંપત્તિના માલિક “મને પિતાને આપણે ઉમરાવવર્ગ બહુ ગમે છે. તેઓ આવા વૈભવશાળી અને શક્તિશાળી છે, તે બદલ હું તેમનો આભાર માનું છું. તેઓ ન હોત, તે આ દુનિયામાં જોવા જેવું, વખાણવા જેવું શું હોત ? તેમણે બંધાવેલા મહેલ, તેમણે બંધાવેલા કિલ્લાઓ, તેમનાં મકાનોમાં સંઘરાયેલાં પુસ્તકે, તેમનાં મકાનમાં ભેગી કરેલી અજાયબીઓ, - એ બધું સામાન્ય માણસ શી રીતે ઊભું કરી શકત ? આ પૃથ્વીને તદ્દન કંગાળ તુચ્છ બની રહેલી જોઈને ઈશ્વરે આ લોર્ડ લોકે સરજ્યા; અને સાબિત કર્યું કે, પોતાને પણ સુખ-વૈભવ-દમામ સર્જતાં આવડે છે. " અને એમની આસપાસ ઘેડાં ચીંથરાં સરજાય કે ઊડતાં દેખાય તેથી શું ? બધી જ વસ્તુઓ સોનાની ન બનાવી શકાય ને ? આ બધા ગરીબો-કંગાળો છે, તેથી શું થયું ? તેઓ ભેગા પિસાઈને એક ઉમરાવની સંપત્તિ ઊભી કરે છે જે તેમાંના કેઈથી કદી ન ઊભી થઈ શકત. આપણું ઉમરાવો એ આપણું ગૌરવ છે. તેમના એક એકના શિકારી કૂતરાઓ પાછળ આખા રાજ્યના રક્તપિત્તિયાઓ માટે કે છોકરાં માટેની ઇસ્પિતાલો પાછળ થતા ખર્ચ કરતાં વધુ ખર્ય થતું હોય છે; તેથી શું? ડયૂક ઑફ લીઝ પોતાના હજૂરિયાઓની વર્દી માટે જ વર્ષે પાંચ હજાર સોના-ગીની ખર્ચે છે; પણ તેથી શું ? ચીંથરાં અને ઝૂંપડાંથી જ છવાયેલી અફાટ દુનિયા વચ્ચે સુખ-સમૃદ્ધિના આવા થોડાક ટાપુઓ પણ ન હોય, તો ઈશ્વરે સરજેલા આ માટીના ઢગલામાં બીજું જોવા જેવું શું છે ? “અને બીજાઓ ટાઢે મરે છે કે ભૂખે મરે છે, તેથી પણ શું બગડી ગયું ? ટાઢ ન હોય તો યિા શી રીતે આંધળી થાત ! અને ડિયા આંધળી થઈ ન હોત તે તને શી રીતે તેને પ્રેમ મળવાને હતો ? માટે બબૂચક, આ બધી બાબતોમાં તર્કબુદ્ધિ લડાવવી તે નકામી છે, હાનિકારક છે. અને આ બધા વેરવિખેર થયેલા દુઃખી